New Delhi, તા.9
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોતનો મામલો હવે સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે જાહેરહિતની અરજી થતા આવતીકાલે સુનાવણી થશે.
અરજદાર વકીલ વિશાલ તિવારીએ અદાલતને આ ઘટનાઓની વોચમાં રાષ્ટ્રીય સ્તરે તપાસ અને દવા સુરક્ષા તંત્રમાં સુધારાની માંગ કરી છે.
મુખ્ય જસ્ટીસ બી.આર.ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે તેને ગંભીર મામલો ગણાવી આવતીકાલે જ સુનાવણી નકકી કરી છે. અરજદારે કફ સિરપમાં માસૂમોની મોત જેવી ઘટનાઓની અદાલતની દેખરેખમાં તપાસ અને એક સેવા નિવૃત સુપ્રીમકોર્ટના જજની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ન્યાયિક પંચ કે વિશેષ સમીતીની રચના કરવાનો અનુરોધ કર્યો છે.
અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, ઝેરીલા કફ સિરપથી મોતના કેસ સાથે જોડાયેલી બધી એફઆઈઆર અને તપાસને સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવે. જેથી પુરા દેશમાં તપાસ એક સમાન અને નિષ્પક્ષ થઈ શકે.
અરજીમાં કેન્દ્ર સરકારને એ નિર્દેશ આપવાની માંગ કરાઈ છે કે તે એ પતો લગાવે કે દવા સુરક્ષા અને ગુણવતાની તપાસ સીસ્ટમમાં કઈ ચૂક થઈ ગઈ જેના કારણે નીચી ગુણવતાવાળી દવાઓ બજારમાં પહોંચી.
અરજીમાં એવો પણ આગ્રહ રખાયો કે હવે પછી પણ વેચાણ કે નિકાસની મંજુરી આપતા પહેલા બધાં શંકાસ્પદ ઉત્પાદનોનું એનએબીએલ માન્યતા પ્રાપ્ત લેબોરેટરીઓના માધ્યમથી વિષ વિજ્ઞાન પરીક્ષણ ફરજીયાત કરવામાં આવે.