Washington ,તા.6
ખાવાની આદતો બદલાવાને કારણે લોકો એક નવાં પ્રકારનાં ડાયાબિટીસથી પીડાઈ રહ્યાં છે. બાળપણમાં સારું ન ખાનારા એટલે કે કુપોષણથી ગ્રસ્ત લોકોમાં ટાઇપ-5 ડાયાબિટીસ વધુ જોવા મળે છે.
ઇન્ટરનેશનલ ડાયાબિટીઝ ફેડરેશન (આઇડીએફ)ની તાજેતરની બેઠકમાં ટાઇપ-5 ડાયાબિટીસનું ઔપચારિક નામ બદલીને નામ આપવામાં આવ્યું હતું. સંશોધકોનું માનવું છે કે આ રોગની સારવાર નવી રીતે કરવી પડશે.
ટાઇપ-5 ડાયાબિટીસ
આ રોગ ઘણીવાર પાતળાં લોકોમાં થાય છે. ખાસ કરીને 30 વર્ષથી ઓછી ઉંમરનાં લોકોમાં. શરીરનો સ્વાદુપિંડ પૂરતાં પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવવામાં સક્ષમ નથી. તેની સારવાર પોષક સુધારણા અને સંતુલિત આહાર પર આધારિત છે. આ રોગ ભારત, આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયા જેવાં દેશોમાં વધુ જોવા મળે છે, જ્યાં બાળકોને યોગ્ય ખોરાક મળતો નથી.