રૂ. 8500 ની મતા ઉઠાવી જનાર તસ્કરની સીસીટીવીના આધારે શોધખોળ
Gondal,તા.03
ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી કુલર, સિગરેટ અને રોકડ મળી કુલ રૂ.૮૫૦૦ ની મતાની ચોરી કરી તસ્કર નાસી છૂટતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે ગોંડલમાં ઉંબાળા રોડ પાસે, ગોકુળીયાપરા પાસે રહેતાં પુંજાભાઈ સગરામભાઈ સરસીયા (ઉ.વ.૪૫) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ભોજપરા ચોકડી પાસે હાઇ-વે ઉપર રામદેવ પાન નામની દુકાન ચલાવે છે. તા.૨૬ ના સવારના સાતેક વાગ્યે તેઓ દુકાન પર ગયેલ તો દુકાનમાં આવેલ સાઇડનો દરવાજો તુટી ગયેલ હતો અને દરવાજો ખુલ્લો હતો. જેથી તે દરવાજાથી અંદર ગયેલ તો દુકાનનો સામાન વેર વિખેર હતો અને દુકાનમાં રાખેલ કુલર રૂા.૫૫૦૦ તથા ટેબલના ખાનામાં રાખેલ રોકડ રકમ રૂ.૨ હજાર, પાન-માવાનો સામાન, સિગરેટનો સામાન મળી કુલ રૂ.૮૫૦૦ નો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટ્યો હોય તેવું સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ પોલીસે ગુનો નોંધી તસ્કરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.