New Delhi,તા.28
દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માની મુશ્કેલી વધે તેવા સંકેત છે. સુપ્રીમકોર્ટના ત્રણ જજોની તપાસ કમીટીએ જજ વર્મા સામેનાની તપાસમાં તેમના નિવાસે જે રીતે આગમાં જંગી રકમની રોકડ રકમ સળગી ગયેલી હાલતમાં જોવા મળી હતી તેમાં પુરાવા સહિતનું તથા હોવાનો રિપોર્ટ આવ્યા બાદ હવે જજ વર્મા સામે વધુ કાર્યવાહી માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રિપોર્ટ કર્યો છે.
જો કે જજ વર્માએ પોતે કઈ ‘ખોટુ’ કર્યુ નથી તેવો પોતાનો બચાવ ચાલુ રાખીને રાજીનામુ આપવાનો ઈન્કાર કરતા હવે તેઓ સામે ઈમ્પીચમેન્ટની કાર્યવાહીના સંકેત છે અને તેના પગલે જજ વર્માની નોકરી જશે. તેમના નિવાસે જે રીતે મોટી માત્રામાં સળગી ગયેલી ચલણી નોટો જોવા મળી હતી.
તેના પર તેઓ કોઈ ખુલાસો આપી શકયા ન હતા અને દાવો કર્યો કે જે રૂમમાં આગ લાગી તેનો ઉપયોગ તેમાં કરતા જ નથી. હવે જજ વર્માને તેની મૂળ- અલ્લાહાબાદ હાઈકોર્ટમાં પરત મોકલી તેઓને ન્યાયીક કાર્યવાહીની માંગ રખાય છે.
તેઓએ દિલ્હી હાઈકોર્ટમાં કાર્યકાળ સમયે જે જે કેસમાં ચૂકાદા આપ્યા હતા તે પણ ચકાસણી થઈ રહ્યા છે. હવે સંસદના આગામી સત્રમાં જજ વર્મા સામે કાર્યવાહી થશે તેવા સંકેત છે.