New Delhi તા.23
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીઝ (સીબીડીટી)એ શુક્રવારે ઈન્કમટેકસ એકટ-2025 માટે નવા નિયમોનું નોટીફીકેશન જાહેર કરી દીધું છે. તેમાં નોકરિયાત લોકોને મકાન ભાડા (એચઆરએ) પર મળતી ટેકસ છુટનું ક્ષેત્ર વધારી દેવામાં આવ્યું છે. આ નિયમ 1 એપ્રિલથી લાગુ પડી જશે.
નવા નિયમોમાં હવે એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ કેશ ઉપાડવા કે જમા કરવા પર જ પાનકાર્ડ આપવું ફરજીયાત બનશે. હાલ એક દિવસમાં 50 હજાર રૂપિયાથી વધુ રકમ જમા કરવા પર જ પાનની જરૂર પડે છે.
ગાડી ખરીદવાના મામલામાં જો કિંમત 5 લાખ રૂપિયાથી વધુ છે તો પાન આપવું પડશે. જૂના નિયમોમાં ટુ વ્હીલર માટે પાનની જરૂરિયાત નહોતી અને કારો માટે તે દરેક કિંમત પર જરૂરી હતું.
હોટેલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ કે ઈવેન્ટ મેનેજમેન્ટમાં 1 લાખ રૂપિયાથી વધુના બિલ પર પણ પાન કાર્ડ ફરજીયાત થશે. અગાઉ આ લિમિટ 50 હજાર રૂપિયા હતી.
જયારે પ્રોપર્ટી ખરીદવા, વેચવા કે ગિફટ આપવાના મામલામાં હવે 20 લાખ રૂપિયાથી વધુ ટ્રાન્જેકશન પર પાન આપવું પડશે.
જે પહેલા 10 લાખ રૂપિયા હતું. જયારે, નોકરિયાત લોકો એચઆરએ છુટનો જૂનો ઢાંચો યથાવત રાખવામાં આવ્યો છે પરંતુ 50 ટકા ટેકસ છુટના ક્ષેત્રમાં આવતા શહેરોની સંખ્યા બે ગણી કરી દેવાઈ છે.
મહત્વની બાબતો
* કેશ ટ્રાન્જેક્શન કાર, પ્રોપર્ટી, હોટેલ બિલ માટે પાન કાર્ડ આપવાની લિમિટ વધારાઇ છે.
* કેશ ડિપોઝીટ-વિડ્રોલ પાન લિમિટઃ વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ.
* પ્રોપર્ટી ટ્રાન્જેક્શન પાન લિમિટઃ 20 લાખ રૂપિયાથી વધુ
* હોટેલ બિન પાન લિમિટઃ 1 લાખ રૂપિયાથી વધુ
* કાર ખરીદ પાન લિમિટઃ 5 લાખ રૂપિયાથી વધુ
* ક્રિપ્ટો એકસચેન્જો માટે ટેક્સ વિભાગને જાણકારી આપવી ફરજિયાત કરી દેવાઇ છે.
* ઇલેક્ટ્રીક ગાડીઓ (ઇવી)ને પણ હવે ટેક્સ બેનિફિટના મામલામાં નાની કારોને બરાબર દરજ્જો અપાયો છે.
* એચઆરએ છૂટઃ 8 શહેરોમાં 50 ટકા.

