New Delhi,તા.30
સ્વાસ્થ્ય વીમા ધારકોની કેશલેસ સારવાર ચાલુ રહેશે. બજાજ એલિયાંજ જનરલ ઈુસ્યોરન્સની કેસલેસ સુવિધાઓ પર લગાવવામાં આવેલી રોક હટાવી દેવામાં આવી છે. એસોસીએશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સ ઓફ ઈન્ડિયા (એએચપીઆઈ)એ આ જાણકારી આપી હતી.
અગાઉ કહેવામાં આવ્યું હતું કે એક સપ્ટેમ્બર 2025થી ઉતર ભારતની અનેક હોસ્પિટલોમાં આ વીમા કંપનીઓના ગ્રાહકોને કેશલેસ સુવિધા નહીં મળે. એએચપીઆઈની કોર કમીટીએ 28 ઓગષ્ટના બજાજ એલિયાંજના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસીને આ મુદો ઉકેલ્યો હતો.
બેઠકમાં નકકી કરવામાં આવ્યું હતું કે બજાજ એલિયાંજ 29 સપ્ટેમ્બર 2025 સુધીમાં એએચપીઆઈને માહિતી આપશે અને ફરિયાદ સાંભળવા જરૂરી પગલા ઉઠાવશે. એએચપીઆઈ જરૂરી પગલાં ભરશે.
એએચપીઆઈ જનરલ ઈુસ્યોરન્સ સાથે મુલાકાત કરશે. વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે સારા સંબંધો બનાવવા, ભાવમાં પારદર્શિતા લાવવા અને દર્દીઓને સમયસર બહેતર સેવાઓ આપવા પર ચર્ચા થશે.