New Delhi તા.25
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઈ) દ્વારા તા.17 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આ પહેલીવાર છે કે જયારે ધોરણ 10 બોર્ડ પરીક્ષાઓ એક શૈક્ષણિક સત્રમાં બે વાર લેવામાં આવશે. પહેલી પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ 2026 દરમિયાન યોજાવાની શકયતા છે.
ભારદ્વાજે જણાવ્યું હતું કે સામાન્ય માર્ગદર્શિકા મુજબ, દરેક વિષયની પરીક્ષાના આશરે 10 દિવસ પછી ઉતરવહીઓનું મૂલ્યાંકન શરૂ થશે અને 12 દિવસમાં પૂર્ણ થશે. ઉદાહરણ તરીકે જો ધો.12 ભૌતિક શાસ્ત્રની પરીક્ષા 20 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે, તો મૂલ્યાંકન 3 માર્ચ 2026ના રોજ શરૂ થશે અને 15 માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થશે.
નવી પરીક્ષા પેટર્ન વિશે 3 મહત્વપૂર્ણ બાબતોમાં બીજી પરીક્ષા એટલે કે વૈકલ્પીક પરીક્ષામાં, વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાંથી કોઈપણ 3 વિષયોમાં તેમનું પ્રદર્શન સુધારવાની મંજૂરી આપવામાં આવશે. શિયાળા દરમિયાન બંધ રહેતી શાળાઓ (શિયાળા દરમિયાન બંધ રહેતી શાળાઓ)ના વિદ્યાર્થીઓને બેમાંથી કોઈપણ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.
જો કોઈ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં 3 કે તેથી વધુ વિષયોમાં હાજર ન રહ્યો હોય, તો તેને બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત રાજયમાં ધો.10ની 573 અને ધો.12ની 422 શાળાઓમાં સીબીએસઈનો અભ્યાસક્રમ ચલાવાય રહ્યો છે. ગત વર્ષે સીબીએસઈની બોર્ડની પરીક્ષા ધો.10ના 42500 અને ધો.12ના 32782 વિદ્યાર્થીઓએ આપી હતી.