Surendranagar,તા.03
વઢવાણમાં દૂધની ડેરી પાછળ ડાંગસીયા વસાહતમાં સીસી રોડની કામગીરીમાં નિયમોનું ઉલંધ્ધન થતું હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનીક નાગરિકે મનપા કમિશનરને રજૂઆત કરી સ્થળ તપાસની માંગ કરી છે.
વઢવાણ દુધની ડેરી પાછળ ડાંગસીયા વસાહતમાં સીસી રોડની કામગીરીમાં રોડ પાંચ મીટરના બદલે ચાર મીટર પહોળાઈનો જ બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટરની કામગીરી પણ અધુરી મુકવામાં આવી છે જેના કારણે ત્યાં રોડ બની નહિં શકે અને રોડનું કામ અધુરૂ રહેશે. તેમજ ગટરની કામગીરી અધુરી હોવા છતાં રોડ બનાવવામાં આવશે તો ગટરલાઈન નાંખતી વખતે રોડને ફરીથી તોડવાનો વારો પણ આવી શકે તેમ છે. આથી મનપાના અધિકારીઓ દ્વારા સીસી રોડની કામગીરીમાં નિયમોના ઉલંધ્ધન અંગે સ્થળ પર મુલાકાત લેવામાં આવે તેમજ સીસી રોડની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને રોડની પાંચ મીટરની પહોંળાઈ અંગે કડક સુચનાઓ આપવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક જાગૃત નાગરિક વિનોદભાઈ જાદવએ મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી છે.