Amreli,તા.28
ઉના ખાંભા અમરેલી સહિત નાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સેન્ટ્રલ નાં કોટન ખરીદી કરાયેલ વેપારી નાં ગાંસડી ખરીદી લીધા બાદ તેનું બીલ 28.31.950 નું મંજુર કરવા 7 લાખ ની લાંચ ની માંગણી કરી આર.કે. આંગડીયા પેઢી મારફતે પૈસા મગાવનાર કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સેન્ટ્રલ ઝોન નાં અધિકારી અને અન્ય એક કર્મચારી ને ગીર સોમનાથ ભષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ ની કલમ 7-12-13 હેઠળ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા
જે પૈકી કર્મચારી દિવ્યેશ નાથાભાઈ સાગઠીયા રે રાજકોટ વાળા એ એડીશ્રનલ સેશન્સ કોર્ટે ઉના સમક્ષ પોતાના વકીલ મારફતે રેગ્યુલર જામીન અરજી કરતાં અને તહોમતદાર નાં વકીલ એ આરોપી નિર્દોષ હોય કોઈ ગુન્હો કરેલ નથી તેમજ ડાયાબિટીસ નાં દર્દી છે રેગ્યુલર ઇન્સ્યુલીન ઈન્જેકશન લેવાં પડતા હોય કીડની ફેઈલ થવા ની શક્યતા હોય જયુડીશયલ કસ્ટડીમાં આવી મેડીકલ સુવિધા નહી હોવાં નાં કારણો રજુ કરીને વિવિધ કોર્ટ નાં જજ મેનટ કોર્ટ સમક્ષ રજુ કરી જામીન માંગ્યા હતા
બીજી તરફ એ.સી.બી. નાં સરકાર તરફે સરકારી વકીલ કે.ડી.વાળા ની દલીલો કોર્ટ સમક્ષ સાંભળી હતી જેમાં જામીન આપવા સામે વાંધો ઉઠાવતાં જણાવ્યું હતું કે આરોપી ની લાંચ પ્રકરણમાં સીધી સંડોવણી છે આર કે આંગડીયા પેઢીમાં જઈ લાંચ નાણા સ્વિકાર્યા હોવાનું સી સી કુટેજ માં સ્પષ્ટ દેખાય છે ભષ્ટ્રાચાર એ સામાજિક દુષણ છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દેશ નાં ખેડૂતો નાં હિત સાથે સંકળાયેલ છે.
ઓડીયો રેકોર્ડિંગ સંવાદો જેવાં મજબૂત પુરાવા છે ફરીયાદી કપાસ ની ગાંસડી ઓનું બીલ પેમેન્ટ 28,31,950 મંજુર કરવા આરોપી એ લાંચ ની માંગણી કરેલ છે અને નાણાં સ્વીકાર કર્યા છે ત્યારે આરોપી ને જામીન આપવામાં આવે તો સમાજમાં ધણી ખરાબ અસર પડે તેવી સરકાર તરફે વકીલ દ્વારા દલીલ કરી હતી