New Delhi,તા.12
ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં ગંભીર તનાવ બાદ સીઝફાયર ઘોષિત થવા સાથે સ્થિતિ નોર્મલ થવા લાગી છે ત્યારે સાવચેતી તથા વ્યુહાત્મક દ્રષ્ટિકોણથી બંધ કરાયેલા રાજકોટ સહિતના 32 એરપોર્ટ ફરી ખોલી નાખવામાં આવ્યા છે. સીવીલીયન ફલાઈટોના ઉડાનની છૂટ પણ આપી દેવામાં આવી છે.
એરપોર્ટ ઓથોરીટી દ્વારા તમામ 32 એરપોર્ટ તાત્કાલીક અસરથી ખુલ્લા કરી દેવા આજે સવારે આદેશ જારી કરવામાં આવ્યો હતો.અગાઉ આ તમામ એરપોર્ટ 15 મે સુધી બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા. હવે બન્ને દેશો વચ્ચે સીઝફાયરથી નાગરિક ફલાઈટોની ઉડાનની છૂટ આપવા સાથે વિમાની મથકો ખોલી દેવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સાત એરપોર્ટ બંધ કરાયા હતા. તેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, ભુજ, કેશોદ, મુન્દ્રા, નલીયાનો સમાવેશ થતો હતો. આ સિવાય દેશના અન્ય એરપોર્ટમાં આદમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટીંડા, બીકાનેર, ચંદીગઢ, કાંગડા, કિશનગઢ, કુલ્લુ, મનાલી, લેહ, પઠાણકોટ, પટીયાલા, સરસાના, સિમલા, થોઈસ, ઉતરલાઈ તથા લુધીયાણાનો સમાવેશ થાય છે.
આ એરપોર્ટ ફરી ખુલવા સાથે ફલાઈટની ઉડાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એરલાઈન્સ કંપનીઓએ શિડયુલ તૈયાર કરીને ફલાઈટ ઓપરેશન શરૂ કરવાના પ્રયત્ન શરૂ કર્યા છે.
ઈન્ટરનેશનલ એરપોર્ટ ખુલી ગયુ છતાં આજે એક પણ ફલાઈટનું આગમન નહી
એરલાઈન્સ કંપનીઓએ બુકિંગ વિન્ડો ઓપન કરી: કાલથી રાબેતા મુજબ ઉડ્ડાન શરૂ થયાની સંભાવના
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાજકોટ સહિત દેશભરના 16 જેટલા એરપોર્ટ તાત્કાલીક અસરથી તા.14મી સુધી બંધ કરાયા બાદ આજે રાજકોટ સહિતના 8 એરપોર્ટને ફરી સિવિલ ફલાઈટ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જો કે આજે રાજકોટનાં ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક પણ ફલાઈટનું આવાગમન થયુ ન હતું.
ભારત પાક યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ ગત તા.7 થી 9 સુધી રાજકોટ એરપોર્ટમાં સિવિલ ફલાઈટ માટે બંધ કરી માત્ર મિલ્ટ્રી સેવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. દરમિયાન ભારત-પાક વચ્ચે ઓપરેશન સિંદુર શરૂ થતા ફરી રાજકોટ એરપોર્ટ તા.14મી સુધી નોટમ બંધ રાખવાનો નિર્ણય લેવાના એરપોર્ટ સિવિલ ફલાઈટ માટે તા.15મીને 5.30 કલાક સુધી બંધ રાખવાનો આદેશ થયો હતો.
દરમિયાન ભારત પાક વચ્ચેનું યુદ્ધ સમી જતા આજે સવારે 10.30 કલાકથી તાત્કાલીક અસરથી સિવિલ ફલાઈટ માટે એરપોર્ટ ખુલ્લુ મુકાયુ હતું. જો કે આજે અચાનક જ એરપોર્ટ ખુલી ગયા બાદ દિવસભર એક પણ વિમાનનું આવાગમન થયુ નથી આવતી કાલ મંગળવારથી હવાઈ સેવા રાબેતા મુજબ શરૂ થવાની સંભાવના છે.