Morbi,તા.20
આ વિશેષ અભિયાન અંતર્ગત યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ શહેરના નહેરુ ગેટ સહિતના બજાર વિસ્તારોમાં પાથરણા, રેંકડી અને કેબિન ધરાવતા નાના ધંધાર્થીઓ પાસેથી જ દિવાળીની ખરીદી કરી. દિવડા, ફૂલહાર, તોરણ, ઘર સુશોભનની વસ્તુઓ જેવી ચીજવસ્તુઓ સીધી આ સામાન્ય વર્ગના વેપારીઓ પાસેથી લઈ તેમના ઘરમાં પણ દિવાળીના દીપ પ્રગટાવ્યા છે. આ અભિયાનનો હેતુ એ હતો કે નાના વેપારીઓને સ્વનિર્ભર બનવાની તક આપવી, અને લોકોને સમજાવવું કે સાચી દિવાળી તે જ, જયાં ખુશી વહેંચાય.
મોરબીમાં દિવાળી પર્વે ઓપન મોરબી રંગોળી સ્પર્ધા યોજાઈ, વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત
મોરબી મહાનગરપાલિકા તથા ઈન્ડિયન લાયન્સ ક્લબનાં સંયુક્ત ઉપક્રમે ઓપન મોરબી રંગોળી સ્પર્ધાનું આયોજન ઓમશાંતિ વિધાલય ખાતે કરવામા આવ્યુ હતું આ તકે ઈન્ડિયન લાયન્સ ક્લબ અને દ્રારા ભાગ લેનાર દરેક સ્પર્ધક ને પ્રોત્સાહીત ઈનામ તથા મોરબી મહાનગરપાલિરા તથા ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્રારા સટીઁફીકેટ આપવામાં આવ્યા અને મહાહાનગર પાલિકા દ્રારા પ્રથમ નંબર આવનારવને ૨૫૦૦/- રુપીયા નો ચેક, બીજા નંબર આવનાર ને ૧૫૦૦/- રુપીયા નો ચેક તથા ત્રીજા નંબર પર આવનાર ને ૧૦૦૦/- રુપીયા નો ચેક ઈનામ આપવામા આવ્યા હતા.