Jamnagar, તા ૨૩
શ્રી સાધના કોલોની જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ જામનગર માં ચાલુ વર્ષે પ. પૂ. આચાર્ય ૪૫૧ દીક્ષાદનેશ્વરી શ્રી ગુણરત્ન સૂરીશ્વરજી મા.સા. ના શિષ્ય આજીવન ચરણોપાસક પ.પૂ.આચાર્ય શ્રી રશ્મિરત્ન માં.સા.ના આજ્ઞાનુંવર્તી પ્રવર્તીની ગુરુમૈયા પ. પૂ. સાધ્વીજી શ્રી પુણ્યરેખા શ્રીજી માં.સા.ના સ્વાધ્યાયમગ્ન પ.પૂ.સાધ્વીજી
શ્રી હેમરેખાશ્રીજી મા.સા. ના શિષ્ય પ.પૂ.સાધ્વીજી શ્રી જીતારીરેખા મા.સા. આદિ થાણા ૩ ની શુભ નિશ્રા માં પર્યુષણ મહાપર્વ ની સુંદર આરાધના ખુબજ હર્ષોલ્લાસ સાથે થઈ રહેલ છે.
જેમાં અહીંના શ્રી સંઘ માં સવારે વ્યાખ્યાન, બપોરે ધાર્મિક ક્વિઝ ગેમ અને સાંજે પ્રતિક્રમણ ઇત્યાદિ આરાધના થઇ રહેલ છે. સંપૂર્ણ પર્યુષણ પર્વ દરમ્યાન જે કોઈ ભાવિકો ને એકાસણા ની આરાધના કરવી હોય તેનું આયોજન પણ સંઘ દ્વારા કરાવવામાં આવેલ છે.
તદઉપરાંત અહીંના સંઘ માં ચૈત્ર માસ અને આસો માસ ની આયંબિલ ની ઓળી ની આરાધના કરાવવામાં આવે છે.
પર્યુષણ પર્વ દરમ્યાન મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન તથા અન્ય પ્રભુજી ની પ્રતિમા ને સુંદર અને નયનરમ્ય અંગ રચના, દીપક રોશની કરવામાં આવે છે. સમગ્ર શ્રદ્ધાળુ ભાગ્યશાળી ભાવિકો એ દર્શન નો લાભ લેવા વિનંતી.
આ સમગ્ર આયોજન માં અહીંના સંઘ ના ટ્રસ્ટીગણ, અહીં ના સંઘ ના કાર્યકરતા ભાઈઓ બહેનો ખુબજ સારી જહેમત ઉઠાવી રહ્યા છે.