એક રિપોર્ટના અનુસાર, સેન્સર બોર્ડે ફિલ્મના એકશન દ્રશ્યો જોઇને ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ આપી છે
Mumbai, તા.૧૧
સેન્સર બોર્ડ મોટા ભાગે ફિલ્મોનાદ્રશ્યોમાં કાપકૂપ કરતી હોય છે.પરંતુ રજનીકાન્તની ફિલ્મ કુલીમાં કાતર ફેરવવાની બદલે ૨૫ સેકન્ડના ફુટેજ ઉમેરીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. રજનીકાન્તની ફિલ્મની રિલીઝની પ્રશંસકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ ફિલ્મમાં રજનીકાન્તના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૫૦ વરસ પુરા કર્યાનો આનંદ મનાવવા બદલ ૨૫ સેકન્ડની એક એનિમેટેડ સીકવન્સ જોડવામાં આવી છે. જોકે સેન્સર બોર્ડે ફિલ્મના વાંધાજનકડાયલોગ પર કાતર ફેરવી છે તેમજ ૩૭૫ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ કુલીએ રિલીઝ પહેલા જ ૨૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી નાખી છે. ફિલ્મના ડિજિટલસ મ્યૂઝિક અને સેટેલાઇટ રાઇટસ વેંચીને ૨૫૦ કરોડની કમાણી કરી દીધી છે. કેરલ અને કર્ણાટકના અમુક થિયેટરોમાં આ ફિલ્મની સ્ક્રીનિંગ ૧૪ ઓગસ્ટના રોજ સવારે ૬ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. જ્યારે તામિલનાડુમાં પહેલો શો સવારે ૯ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. એક રિપોર્ટના અનુસાર, સેન્સર બોર્ડે ફિલ્મના એકશન દ્રશ્યો જોઇને ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ આપી છે. ફિલ્મમાંથી ેક પણ હિંસક સીન કાઢી નાખવામાં આવ્યો નથી. ફિલ્મના બે ડાયલોગ પર કાતર ચલાવી છે જેમાં ગાળને મ્યુટ કરવાનું કહેવામાં આવ્યું છે. તેમજ ભગવાન શિવની સ્તુતિ માટે વપરાતા શબ્દને ટ્રિમ કરવાની સૂચના આપવામાં આવી છે. શરાબની કંપનીનું નામ બદલવાનું અને શરાબ પી રહેલા દ્રશ્યને ડિસ્કેમર જોડવાનું કહેવામાં આવ્યું છે.તેમજ અન્ય ફિલ્મોના ગીતનો ઉપયોગ કરવા માટે ફિલ્મસર્જકને નો ઓબજેશન સર્ટિફિકેટ લેવાનું કહેવામાં આવ્યું છે.