Morbi,તા.15
મોરબી સિરામિક એસો દ્વારા કમિશ્નરને પત્ર લખી રજૂઆત
મોરબી શહેરના ઉમિયા સર્કલથી દલવાડી ચોકડી ડાબી બાજુનો રોડ બનાવવા મોરબી સિરામિક એસો દ્વારા મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે
સિરામિક એસોની રજૂઆતમાં જણાવ્યું છે કે ઉમિયા સર્કલથી દલવાડી ચોકડી વાળા રસ્તા પર સવાર અને સાંજના સમયે ટ્રાફિક ખુબ રહે છે જેથી ટ્રાફિક નિયમન જળવાતું ના હોવાથી અવારનવાર અકસ્માતની સ્થિતિ સર્જાય છે રોડ પરથી સવાર/સાંજ મોરબી અને આજુબાજુના ગામડાના નાગરિકો, સિરામિક ઉદ્યોગકારો પસાર થાય છે જેના કીમતી કલાકો ટ્રાફિકમાં વેડફાય જાય છે રોજની પરેશાનીથી નાગરિકો અને ઉદ્યોગપતિ કંટાળી ગયા છે જેથી જે રસ્તો બનાવવાનો બાકી રહી ગયો છે તેનું કામ ત્વરિત ચાલુ કરવામાં આવે અને રોજેરોજનો પ્રશ્ન હલ થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરી છે