Junagadh તા.7
જુનાગઢની સાવજ ડેરીના ચેરમેન સામે ટેન્કરના ડ્રાઈવરે માર માર્યાના આક્ષેપ કર્યા છે. ભાવેશ માડમ છેલ્લા 6 માસથી સાવજ ડેરીમાં ડ્રાઈવર તરીકે ટેન્કર ચલાવે છે. આ અંગે ભાવેશ માડમના જણાવ્યા મુજબ ગત તા.4 ઓગષ્ટના સાંજના સમયે દૂધનું ટેન્કર ભરવા ગયેલ ત્યારે ઓફીસમાં બોલાવી પુછપરછ કરી હતી.
કે ડેરીના ફોટા પાડયા અને વાયરલ કર્યાનું સ્વીકારતા તે વાતનો ખાર રાખી ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા, ભાવેશ હુંબલ અને ડેરીના એમડી પણ હાજર હતા ત્યારે બધા સાથે મળીને માર માર્યો હતો.
આ બાબતે ચેરમેન દિનેશ ખટારીયાએ જણાવ્યું છે કે અમે માર માર્યો નથી. વાત ખોટી છે હાલ ડેરીને બદનામ કરવાનું ચાલુ કરાયું છે. આ બાબતે ડેરીના એમડીએ પોલીસમાં અરજી કરેલી છે.