ક્રિકેટીંગ નેશન તરીકે આપણે આપણા વિચારોને કાબુમાં રાખીએ અને ક્રિકેટના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ : આફ્રીદી
Mumbai, તા.૧૪
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. મ્ઝ્રઝ્રૈંના ઈનકાર બાદ પાકિસ્તાની ક્રિકેટરો ગુસ્સે છે અને સતત નિવેદનો આપી રહ્યા છે. હવે આ વિવાદમાં દિગ્ગજ ક્રિકેટર શાહિદ આફ્રિદી પણ કૂદી પડ્યો છે. તેણે ભારતનું નામ લીધા વગર ભારત પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે.
આફ્રિદીએ ચેમ્પિયન્સ ટ્રોફીને ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. તેના મતે, ૧૯૭૦ પછી પહેલીવાર ક્રિકેટ સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. આ સાથે જ તેણે મ્ઝ્રઝ્રૈંનું નામ લીધા નિશાન સાધ્યું છે. આફ્રિદી પહેલા બાસિત અલી અને રાશિદ લતીફ સહિત ઘણા પાકિસ્તાની ક્રિકેટરો પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે. સલાહ આપતાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે ’ક્રિકેટની રમત નિર્ણાયક મોરચે ઉભી છે અને કદાચ ૧૯૭૦ પછી સૌથી મોટા પડકારનો સામનો કરી રહી છે. આ સમય છે કે આપણે આપણા મતભેદો ભૂલી જઈએ અને રમતગમત માટે એક થઈએ. જો આપણે આપણા વિભાજનને ભૂલીને ઓલિમ્પિક માટે ભેગા થઈ શકીએ છીએ, તો પછી આપણે ક્રિકેટ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે કેમ ન કરી શકીએ.’
આફ્રિદીએ આગળ ભારત પર નિશાન સાધ્યું અને કહ્યું, ’ક્રિકેટીંગ નેશન તરીકે, આપણી જવાબદારી છે કે આપણે આપણા વિચારોને કાબુમાં રાખીએ અને ક્રિકેટના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.’ લગભગ ૨૮ વર્ષ બાદ પાકિસ્તાન ૈંઝ્રઝ્ર ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ માટે તેણે ઘણો ખર્ચ પણ કર્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને આશા હતી કે તે આ ટૂર્નામેન્ટમાંથી ઘણી કમાણી કરશે. પરંતુ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ન મોકલવાના મ્ઝ્રઝ્રૈંના નિર્ણયને કારણે હવે તેને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. હવે તેની પાસે માત્ર એક જ વિકલ્પ બચ્યા છે. કાં તો તે હાઈબ્રિડ મોડલની માંગ સ્વીકારે, નહીં તો ચેમ્પિયન્સ ટ્રોફી બીજા દેશમાં શિફ્ટ કરી દેવામાં આવશે.
બે બોર્ડ વચ્ચે સંઘર્ષ વધવાના કિસ્સામાં, તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવો જોઈએ. આ ત્રણેય સ્થિતિમાં પાકિસ્તાનને નુકસાન થશે. આનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મળનારી ફીમાં ૬૫ મિલિયન ડોલર એટલે કે લગભગ ૫૪૮ કરોડ રૂપિયાનો ઘટાડો થશે. જો ચેમ્પિયન્સ ટ્રોફી અન્ય દેશમાં શિફ્ટ થાય છે અથવા રદ્દ થાય છે, તો ફી નહીં મળવા ઉપરાંત સ્ટેડિયમના ખર્ચમાં પણ નુકસાન થશે.