Mumbai,તા.10
ચેમ્પિયન ટ્રોફીનું આયોજન આઈસીસી 7 વર્ષ બાદ કરવા જઈ રહી છે. મેગા ઈવેન્ટની યજમાની પાકિસ્તાનને આપવામાં આવી છે. જો કે, પાકિસ્તાન ટુર્નામેન્ટનું સંપૂર્ણ આયોજન કરશે કે નહીં તેના પર હજુ આઈસીસી ટુંક સમયમાં નિર્ણય સંભળાવશે.
ભારતે ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી દીધી છે. ત્યારે આ ટૂર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ પર રમવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે સ્ટાર સ્પોર્ટસે ચેમ્પિયન ટ્રોફીનો એક પ્રોમો લોન્ચ કર્યો છે. જેના પર ભારતીય ચાહકો પાકિસ્તાનની મજા લઈ રહ્યા છે.
સ્ટાર સ્પોર્ટસે જે પ્રોમો લોન્ચ કર્યો છે. તેમાં એક પાકિસ્તાનનું સ્ટેડિયમ જોવા મળતું નથી. હવે આ વાત પર ભારતીય ચાહકો પાકિસ્તાનની મજા લઈ રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું યજમાની કરનાર દેશનું નામ નથી.
બીજા યુઝરે કહ્યું હોસ્ટિંગ નેશનનું નામ નથી. સ્ટાર સ્પોર્ટસે ચેમ્પિયન ટ્રોફીના પ્રોમોમાં યજમાન દેશ પાકિસ્તાનનું નામ આપ્યું નથી અને ન તો પ્રોમોમાં પાકિસ્તાનનું સ્ટેડિયમમાં દેખાડવામાં આવ્યું છે.