Mumbai,તા.15
ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમની જાહેરાત આવતાં અઠવાડિયે થવાની છે. જો કે ટીમ સિલેક્શનને લઈને મોટો પડકાર ઉભો થયો છે. ઋષભ પંત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો નંબર વન વિકેટકીપર હશે.
આવી સ્થિતિમાં કેએલ રાહુલ વિકેટકીપિંગ નહીં કરે. હવે સવાલ એ થાય છે કે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરમાંથી કોને ટીમમાં ચોથા નંબર પર સ્થાન મળશે. માત્ર એક બેટ્સમેનને બદલે ઋષભ પંત પ્રથમ વિકલ્પ તરીકે વિકેટકીપરની ભૂમિકા ભજવશે અને ધ્રુવ જુરેલ બેકઅપ તરીકે ટીમમાં હશે.
મતલબ કે મિડલ ઓર્ડરમાં માત્ર એક બેટ્સમેન માટે જગ્યા બચી છે. કેએલ રાહુલ અથવા શ્રેયસ અય્યરે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવું પડશે.
બંને ટીમનાં મજબૂત દાવેદારો
કેએલ રાહુલે 2023 વનડે વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું. 5 કે 6 નંબર પર બેટિંગ કરીને પણ તેણે 10 ઇનિંગ્સમાં 452 રન બનાવ્યાં, જેમાં 1 સદી અને 2 અડધી સદી સામેલ છે.
શ્રેયસ અય્યર માટે ટીમમાં જગ્યા બનાવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર હોવા છતાં ગંભીરે તેને શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે બોલાવ્યો હતો. વર્લ્ડ કપ 2023 માં તેણે 11 ઇનિંગ્સમાં 530 રન બનાવ્યાં હતાં, જેમાં 2 સદી અને 3 અડધી સદીનો સમાવેશ થાય છે.
વનડે લોકેશ રાહુલ શ્રેયસ અય્યર
ઈનિંગ 13 33
સદી 02 04
અડધી સદી 03 08
શ્રેષ્ઠ 111* 128*
રન 558 1397
સ્ટ્રાઈકરેટ 86.78 101.75
સરેરાશ 5.8 51.74