New Delhi,તા.14
ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)એ 15 ઓગસ્ટથી આઈએમપીએસ લેવડ-દેવડ પર વધુ વસુલવાનો નિર્ણય કર્યો છે. આથી ઓનલાઈન ટ્રાન્સફર કરનાર ગ્રાહકોના ખિસ્સા પર અસર પડશે.
હવે 25 હજાર રૂપિયાથી વધુની ઓનલાઈન લેવડ-દેવડ પર મામુલી ફી આપવી પડશે, જયારે 25 હજાર રૂપિયા સુધીનું પેમેન્ટ પહેલાની જેમ નિ:શુલ્ક રહેશે.
આ ઉપરાંત કેટલીક સેલેરી પેકેજ ખાતાધારકોને આ નવા ચાર્જની અસર નહીં સહન કરવી પડે. જે અનુસાર જો આપનું પગાર એકાઉન્ટ છે તો આપને દરેક ઓનલાઈન આઈએમપીએસ લેવડ-દેવડ પર પુરી છુટનો ફાયદો મળશે. પરંતુ 25 હજારથી ઉપરના ઓનલાઈન પેમેન્ટ લેવડ-દેવડ પર હવે 15 ઓગસ્ટ 2025થી મામુલી ચાર્જ લાગશે.
શું છે આઈએમપીએસ
આઈએમપીએસ એટલે કે ઈમિડિએટ પેમેન્ટ સર્વિસ એક રિયલ ટાઈમ પેમેન્ટ સેવા છે, જે એરાઉન્ડ ધ કલોક ઉપલબ્ધ કહે છે. તેને નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઓપરેટ કરે છે.

