Chennai , તા.24
IPL ની બે સૌથી સફળ ટીમો વચ્ચે રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ બોલ બાકી રહેતાં મુંબઈને ચાર વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાનના સ્પિનર નૂર અહેમદ (18/4) અને ભારતીય ફાસ્ટ બોલર ખલીલ અહેમદ (29/3)ની શાનદાર બોલિંગને કારણે ચેન્નાઈએ પહેલા મુંબઈને તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં નવ વિકેટે 155 રન પર રોકી દીધું હતું.
જે બાદ રચિન રવિન્દ્ર (અણનમ 65) અને કેપ્ટન રૂતુરાજ (53)ની અડધી સદીની મદદથી 19.1 ઓવરમાં છ વિકેટે 158 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રચિને સિક્સર વડે જીત મેળવી હતી. ટીમે ત્રિપાઠી (2)ની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી.
રચિને રુતુરાજ સાથે બીજી વિકેટ માટે 67 રન જોડ્યા હતા. વિગ્નેશ પુથુર (32/3)એ રૂતુરાજ ની વિકેટ જેકના હાથે કેચ કરાવીને આ ભાગીદારી તોડી હતી. તેની આગામી બે ઓવરમાં તેણે દુબે (9) અને દીપક (3)ને પણ પેવેલિયન મોકલી દીધા હતા. આ સાથે ચેન્નાઈનો સ્કોર ચાર વિકેટે 107 રન થઈ ગયો હતો. જાડેજાએ 17 રનનું યોગદાન આપ્યું હતું.
આ પહેલા ચેન્નાઈના બંને ડાબા હાથના બોલરોએ મુંબઈને આંચકો આપ્યો હતો. માત્ર મુંબઈના કાર્યકારી કેપ્ટન સૂર્યકુમાર (29), તિલક (31) અને ચહર (28 અણનમ) 20નો આંકડો પાર કરી શક્યા.T20 વર્લ્ડ કપ બાદ પોતાની પ્રથમ મેચ રમી રહેલો રોહિત ચાર બોલમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો.
ખલીલે તેમને પ્રથમ જ ઓવરમાં દુબેના હાથે કેચ આઉટ કરાવીને જે ફટકો આપ્યો હતો તેમાંથી મુંબઈ અંત સુધી રિકવર થઈ શક્યું ન હતું. સેન્ટનરે 11 અને નમન 17 રન બનાવ્યા હતા.નવા કેપ્ટન અને નવી ટીમ સાથે આજે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો સામસામે ટકરાશે. આ મેચમાં તેમનો ઉદ્દેશ્ય જીત સાથે નવી સિઝનની શરૂઆત કરવાનો રહેશે. આ સતત બીજું વર્ષ હશે જ્યારે દિલ્હીની ટીમ અહીં બે હોમ મેચ રમશે. દિલ્હીએ ઓલરાઉન્ડર અક્ષર પટેલને કમાન સોંપી છે.
અત્યાર સુધી દિલ્હી તરફથી રમનાર પંત આ વખતે લખનૌની ટીમ ની કમાન સંભાળશે.લખનૌમાં આઈપીએલની હરાજીમાં તેને રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આ વિકેટકીપર બેટ્સમેન સારું પ્રદર્શન કરીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા ઈચ્છે છે.
પંત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં હતો પરંતુ તેને રમવાની તક મળી ન હતી. આ વખતે લખનૌએ વિદેશીઓને બદલે સ્થાનિક ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે. ટીમમાં છ વિદેશી ખેલાડીઓ છે. ઈજાગ્રસ્ત મોહસીન ખાનની જગ્યાએ શાર્દુલ ઠાકુરને લખનઉની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શાર્દુલને કોઈએ ખરીદ્યો ન હોતો.