બલરામપુરમાં પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત થઈ ગયું હતું, ત્યારબાદ ત્યાં જોરદાર બબાલ થઈ ગઈ હતી
Chhattisgarh, તા.૨૬
છત્તીસગઢના બલરામપુરમાં ઉગ્ર ભીડે એડિશનલ એસપી નિમિષા પાંડે સાથે મારપીટ કરી હતી. મહિલાઓએ તેને ચંપલથી મારી અને તેની લાઠી પણ છીનવી લીધી. અંતમાં મહિલા એએસપીએ ભાગીને પોતાનો જીવ બચાવવો પડ્યો. રાજ્યમાં ખરાબ કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસની બેદરકારીથી નારાજ ભીડને સમજાવવા માટે મહિલા એસપી પહોંચી હતી, પરંતુ તેની વાત સાંભળવાની બદલે મહિલાઓએ તેના પર હુમલો કરી દીધો. એવામાં તેને જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવું પડ્યું હતું.
બલરામપુરમાં પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ ત્યાં જોરદાર બબાલ થઈ ગઈ. યુવકનો મૃતદેહ લઈને પોલીસ તેમના ગામડે પહોંચી હતી. આ દરમિયાન ગામડાના લોકો રોષે ભરાયા હતાં. ભીડે પોલીસકર્મી પર પથ્થરમારો કરી દીધો. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભીડમાં જોવા મળતાં લોકો બીજા રાજ્યથી આવીને છત્તીસગઢમાં વસ્યા છે અને હવે આ જ લોકો અહીંનો માહોલ ખરાબ કરી રહ્યાં છે.
ઉગ્ર ભીડને કાબૂ કરવા પહોંચેલી એએસપી નિમિષા પાંડે પર પણ મહિલાઓએ હુમલો કરી દીધો હતો. આ દરમિયાન એક મહિલા તેને ચંપલથી મારતી જોવા મળી રહી છે, બીજી મહિલાએ તેના હાથમાંથી લાઠી છીનવી લીધી. મૃતકે પરિવારજનો અનેસ બંગાળી સમાજે તેના મૃતદેહને સ્વીકરવાનો ઈનકાર કરી દીધો. ત્યારબાદ પોલીસ ખુદ મૃતદેહને લઈને ગૃહગામ સંતોષી નગર પહોંચી હતી. આ અગાઉ ૨૪ સપ્ટેમ્બરે પણ બલરામપુર પોલીસ સ્ટેશનમાં લોકોએ ભીડ પર હુમલો કરી દીધો હતો. મોડી રાત્રે હંગામા બાદ એસપી કાર્યલયની સામે હાઈવે પર દેખાવ કરી રહેલાં લોકોની ભીડે પોલીસને હટાવ્યા. એસપી બુલરામપુર પોલીસ સ્ટેશનના પ્રભારી અને આરક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મૃતક ગુરૂચરણ મંડલના પિતા શાંતિ રામે પોલીસ સ્ટેશનથી બહાર નીકળીને કહ્યું કે, પોલીસે તેમના દીકરાને મારીને લટાકાવ્યો હતો, ટીઆઈ અને એસપી ત્રણ દિવસથી ગુરૂચરણને માર મારી રહ્યા હતાં. વળી એએસપી શૈલેન્દ્ર પાંડેએ આ આરોપોને નકારી દીધા છે. પાંડેએ કહ્યું કે, ફક્ત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, તેણે બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાધો હતો.
મૃતકની પત્ની લાપતા હોવાના મામલે પોલીસને મુખ્ય પુરાવા હાથ લાગ્યા હતાં. ત્યારબાદ પૂછપરછ માટે યુવકને બોલાવવામાં આવ્યો હતો. જોકે, તેણે પોલીસ કસ્ટડીમાં જ ફાંસી લગાવી દીધી. ત્યાર બાદથી હોબાળો થઈ રહ્યો છે. હવે પોલીસનું ધ્યાન શાંતિ જાળવવા પર છે. અત્યારેપણ સૌથી મોટો પ્રશ્ન છે કે, લાપતા પત્ની અત્યારે ક્યાં અને કઈ સ્થિતિમાં છે. પોલીસ કસ્ટડીમાં યુવકના મોત બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ છે, લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યાં છે.

