Kathmandu,તા.11
નેપાળમાં વડાપ્રધાન સહિતની પુરી કેબીનેટના રાજીનામા અને રાષ્ટ્રપતિએ પણ હોદો છોડવા માટે કરેલી જાહેરાત બાદ દેશમાં વચગાળાની સરકાર રચવા સૈન્ય વડાએ કવાયત શરૂ કરી છે અને તેમાં વારાણસીથી બનારસ હિન્દુ યુનિ.માં અભ્યાસ કરી ચૂકેલા નેપાળના પુર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સુશીલા કાર્કી આ જવાબદારી સંભાળે તેવા સંકેત છે.
જો કે પુર્વ ન્યાયમૂર્તિ કાર્કી પ્રારંભમાં આ પદ સંભાળવા ઈચ્છુક ન હતા પણ સૈન્ય વડા જનરલ અશોકરાજ સિંગડેલએ તેમને પદ સંભાળવા સમજાવી દીધા હોવાનું માનવામાં આવે છે. જનરલ હાલ આંદોલનકારી યુવાઓના જુદા જુદા જુથ સામે વાતચીત કરી રહ્યા છે અને તેમાં રાજાશાહી પરત લાવવા માંગતા જૂથને પણ સામેલ કર્યુ છે.
જો કે નેપાળમાં અન્ય નામો પણ સામે આવ્યા છે પણ પુર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સુશીલા કાર્કીના નામ પર સર્વસંમતી બની રહી છે તો કાઠમંડુના મેયર બાલેન શાહે પણ કુર્કીના નામ પર સહમતી આપી દીધી છે. નવી વચગાળાની સરકાર ચૂંટણી કરાવશે. સેનાએ યુવાનોને હવે તેનું આંદોલન સમેટી લેવા અપીલ કરી છે.