Jamnagar તા.24
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ જામનગર જિલ્લાના રૂ. 622.52 કરોડથી વધુના 67 કામોના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના સ્વાગતમાં કેબિનેટ મંત્રીશ્રી અને પ્રભારીમંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા,મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂર્યા, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, સાંસદશ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, ધારાસભ્યોશ્રી દિવ્યેશભાઈ અકબરી અને શ્રી મેઘજીભાઈ ચાવડા, અગ્રણીશ્રી બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનરશ્રી ડી.એન.મોદી, જિલ્લા પોલીસ વડાશ્રી ડો.રવિમોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટરશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

