Gandhinagar,તા.02
મુખ્યમંત્રીએ ભારતીય સનાતન સંસ્કૃતિમાં શસ્ત્ર અને શાસ્ત્રના પૂજનની ઐતિહાસિક પુરાતન પરંપરાને આ શસ્ત્ર પૂજનમાં જોડાઈને વધુ ઉજાગર કરી હતી.તેમણે સુરક્ષા કર્મીઓને વિજયા દશમીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક એવું આ વિજ્યા દશમી પર્વ સમાજની આતતાયી શક્તિઓને પરાસ્ત કરવાનો અવસર પણ છે.
સુરક્ષા કર્મીઓએ પણ રાષ્ટ્ર-રાજ્ય અને સમાજની રક્ષા-સુરક્ષા માટે સમર્પિત ભાવ સાથે કર્તવ્યરત રહેવાનું છે તેની વિભાવના મુખ્યમંત્રીએ કર્મના સિદ્ધાંતોને અનુરૂપ ઉદાહરણોથી સમજાવી હતી.મુખ્યમંત્રીના સલામતી પોલીસ અધિક્ષક તેજસ પટેલ, નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેકટર્સ તથા પી.એસ.આઇ અને કમાન્ડોઝ આ શસ્ત્ર પૂજામાં સહભાગી થયા હતા.