Rajkot,તા.01
શહેરમા જામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર સામે થી ક્રાઈમ બ્રાન્ચે ચોરાઉ એક્ટિવા સાથે બાળ આરોપીની ધરપકડ કરી ત્રણ એકટીવા ચોરીનો ભેદ ઉકેલ રૂપિયા 86,000 નો મુદ્દા માલ કબજે કર્યો છે. ઝડપાયેલા બાઈક તાલુકા બી ડિવિઝન અને થોરાળા પોલીસમાં તક વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત આપી છે.
રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આપેલી સુચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઈ એમઆર ગોંડલીયા એમ.એલ ડામોર અને સીએચ જાદવ સહિતના સ્ટાફ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ આરોપી જામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર સામે શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાની કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, રાજેશભાઈ જડુ અને દીપકભાઈ ચૌહાણ ને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ વી ડી ડોડીયા એ.એસ.આઇ અમિતભાઈ અગ્રાવત , દીપપાલ સિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા દીપકભાઈ ચૌહાણ અને દિલીપભાઈ બોરીચા સહિતના સ્ટાફે દરોડો પાડી એકટીવા સાથે બાળ આરોપીની અટકાયત કરી એકટીવા નંબર પોકેટ એપમાં સર્ચ કરતા ચોરઉ હોવાનું ખુલતા પોલીસે આકરી પૂછપરછ કરતા તાલુકા થોરાળા અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી એકટીવા ની ચોરી કરિયાની કબુલાત આપી હતી પોલીસે રૂપિયા 86 000 કિંમતનો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.