Morbi,તા.15
ટંકારા તાલુકામાં વાડીમાં કામ કરતા ખેત શ્રમિકનો દીકરો રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું ત્રણ વર્ષના માસૂમના મૃત્યુના બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા નજીક વાડીએ રહીને મજુરી કરતા નારાયણભાઈ ડાવરના ત્રણ વર્ષના પુત્ર વીકી વાડીએ રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા ડૂબી જતા બાળકને ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને બાળકને મૃત જાહેર કર્યો હતો ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે