New Delhi,તા.9
એક સમય એવો હતો કે, જયારે બાળકો ટેલીવિઝન સ્ક્રીન સામે સતત બેઠા રહેતા હતા પરંતુ મોબાઈલના આગમન થયા બાદ હવે આ છ ઈંચના સ્ક્રીન એ બાળકોની આદતની વધુ બગાડી છે અને મોટાભાગના કુટુંબોમાં હવે એ દ્રષ્ય સામાન્ય થઈ ગયા છે કે એક જ રૂમમાં બેઠેલા તમામ લોકો પોતાના મોબાઈલ સ્ક્રીન ઉપર કેન્દ્રીય હોય અને તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
હાલમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દેશમાં પાંચ વર્ષ કે તેથી નીચેની ઉંમરના બાળકો રોજ સરેરાશ 2 કલાક 20 મીનીટ જેટલો સમય મોબાઈલ સ્ક્રીન ઉપર વિતાવે છે એ દ્રષ્યો અવારનવાર જોવા મળે છે કે શોપીંગ મોલમાં માતા પિતા ખરીદીમાં વ્યસ્ત હોય ત્યારે તેના સંતાનોને શાંત રાખવા મોબાઈલ આપી દેવાય છે.
હાલમાં જ એઈમ્સ રાયપુર દ્વારા આ અંગે એક અભ્યાસ કરાયો હતો અને તેમાં બે વર્ષથી નીચેના બાળક પણ હવે મોબાઈલ ક્રેઝી થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે લગભગ 2857 બાળકો પર અલગ અલગ 10 પ્રકારના અભ્યાસ કર્યા બાદ આ તારણ મળ્યું છે.
વધુ પડતા સ્ક્રીન ટાઈમના કારણે બાળકોની શારીરીક પ્રવૃતિઓ અત્યંત ઓછી થઈ ગઈ છે અને તેની સોશ્યલ સ્કીલ પણ ઘટી છે. અભ્યાસમાં કેન્દ્રીત રહી શકશે નથી. 60થી 70 ટકા બાળકોમાં આ આદત બની છે અને તેના કારણે ધો.9 સુધીમાં અભ્યાસ કરતા 63 ટકા બાળકો પોતાના ઉમરની જે સ્કીલ હોય તે ગુમાવવા લાગ્યા છે.