China,તા.17
સિંધુ જળસંધિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ છે ત્યારે આ મામલે હવે ચીને હસ્તક્ષેપ કરવાની કોશિશ કરી છે. સિંધુ જળસમજુતી પર ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન પાકિસ્તાને કૂટનીતિક અને રણનીતિક સમર્થન માટે ચીન પ્રત્યે વલણ અપનાવ્યું છે અને આજીજી કરી છે.
‘કન્વર્ઝેશન’ના રિપોર્ટ મુજબ ભારત સાથે સંધિને સ્થગીત કરવાના જવાબમાં ચીન અને પાકિસ્તાને એક મોટી ડેમ યોજનાના નિર્માણમાં ઝડપ લાવી દીધી છે જે પાકિસ્તાનના કેટલાક ભાગોને પાણી અને વીજળી પ્રદાન કરશે. ‘કન્વર્ઝેશન’ના લેખમાં એ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે બીજીંગની ભાગીદારી ચિંતા પેદા કરે છે.
લાંબા સમયથી બીજિંગ આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવા અને ભારતનો મુકાબલો કરવાની ઈચ્છા રાખે છે. દિલ્હીની ચિંતા એ છે કે બીજીંગ પોતાના ક્ષેત્રથી ભારતમાં આવતી નદીઓના પ્રવાહમાં બાધા નાખી શકે છે.
આ પરીસ્થિતિમાં સિંધુ જલ સંધિ પર બીજીંગના કોઈપણ હસ્તક્ષેપથી ક્ષેત્રમાં તનાવ વધવાનો ખતરો છે. આ ઘટનામાં ચીન ખુદને સિધુ જલ સંધિમાં પણ એક હિતધારક તરીકે જુઅ છે.
ચીની મીડીયાએ આ વિવાદમાં ભારતને આક્રમક બતાવ્યો છે અને ‘પાણીનો હથિયારના રૂપમા’ ઉપયોગને ખતરાની ચેતવણી આપી છે અને એવું પણ બતાવવામાં આવ્યું છે કે સિંધુ જળનું ઉદગમ ચીનનું પશ્ચિમ તિબેટ ક્ષેત્ર છે. આ એક ધમકી છે, દરમિયાન ચીને જાહેરાત કરી છે કે તે પાકિસ્તાનમાં સિંધુની સહાયક નદી પર મોહંમદ હાઈડ્રો પ્રોજેકટમાં ઝડપ લાવશે.