Morbi , તા.15
ઇન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીંગ કમિટીની તાજેતરમાં મીટીંગ મળી હતી જે ISO-TC/189 સિરામિક ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. આ કમિટીમાં વિશ્વના 29 દેશના સભ્ય છે. તેમાંથી 26 દેશના ડેલિગેશન ISO-TC/189 ની મીટીંગમાં હાજર રહ્યા હતા આ વર્કિંગ કમીટીની મીટીંગ ઇન્ડોનેશિયાના યોગ્યાકર્તા શહેરમાં તા.13 આ ને 14 ના રીજ યોજાયેલ હતી.
જેમાં ભારતીય ડેલિગેશન ના પ્રતિનિધી તરીકે પાંચ મેમ્બર આ મીટીંગમાં હાજર રહ્યા હતા. જેમાં ડો.અશોક ખુરાના (ચેરમેન બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ-દિલ્હી), આર.ડી.માથુર (BIS કમિટી મેમ્બર),પોલસન કે. (BIS કમિટી મેમ્બર), મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશ બોપલિયા અને જેરામભાઇ કાવર (BIS કમિટી મેમ્બર)નો સમાવેશ થાય છે.
ગત વર્ષે ચાઇના ડેલિગેશન તરફથી સ્લેબ ટાઇલ્સ માં ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા માંગતા હતા અને આ બાબતની ટેસ્ટ મેથડ રજુ કરેલ હતી. જેમાં ભારતીય ડેલિગેશન તરફથી જોરદાર વિરોધ નોંઘાવેલ હતો અને આ વિરોધને ટેકો આપવા માટે અમેરિકા, ઇટાલિ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને તર્કીના ડેલિગેશન આગળ આવ્યા હતા અને ધારદાર રજુઆત કરી હતી.
આમ ચાઇના સામે ભારતના આ વિરોધની કમિટીના ચેરમેન ડો. સેન્ડર્સ જોહ્ન પી. (અમેરિકા)એ નોંધ લીધી હતી અને ભારતની તરફેણમાં નિર્ણય આપ્યો હતો અને ચાઇનાની કાવતરા ખોર નીતી ખુલ્લી પડી હતી. આ વર્ષે ચાઇના દ્રારા સ્લેબ ટાઇલ્સ માટે બીજું સ્ટાન્ડર્ડ ફ્લક્ચર સ્ટ્રેન્થ ઓફ ગ્લેઝ લાવવા માટે મરણિયા પ્રયાસો કરેલ હતા. પરંતુ ભારતના ડેલિગેશન સાથે અન્ય દેશોએ વિરોધ નોંધાવી ચાઇનાની કુટનિતીનો ફિયાસ્કો થયો હતો અને તેનુ છેતરામણી ભર્યુ સ્ટાન્ડર્ડ કેન્સલ થયુ હતુ અને ચાઇનાને વધુ એક લપડાક લાગી હતી.
આ ટેસ્ટ આવવાથી મોરબીના જીવીટી બનાવતા એકમોને ઘણી બધી નુકસાની જાય તેમ છે. કારણ કે આ ટેસ્ટ મુજબની ગુણવતા માટેની ટાઇલ્સ બનાવવા માટે ભારતમાં આ સ્ટાન્ડર્ડ માટેનુ રોમટીરીયલ અવેલેબલ નથી. જો આ ટેસ્ટ આંતર રાષ્ટ્રિય સ્ટાન્ડર્ડમાં આવે તો તે ગુણવતા મુજબની ટાઇલ્સ મોરબીમાં બનાવવા માટે ભારતે બીજા દેશ પર રોમટીરીયલ્સ માટે આધારીત રહેવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
અને આટલું જ નહીં આ સ્ટાન્ડર્ડ પ્રાપ્ત કરવા માટે રોમટિરિયલ ઇમ્પોર્ટ કરવુ પડે જેથી તેની પડતર ઉંચી આવતા વૈશ્વિક માર્કેટમાં મોરબીના સિરામિક ઉધોગકારો ટકી શકે નહી. જે બાબત ચાઇના સારી રીતે જાણતુ હોય પોતાની અનુકૂળતા મુજબ ISO સ્ટાન્ડર્ડ પાસ કરાવી મોરબી સિરામિક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, ચાઇનાની મેલી મુરાદને સમયે પારખીને ભારતીય ડેલિગેશને બિન જરુરી ટેસ્ટ મેથડનો વિરોધ કર્યો હતો. અને ભવિષ્યમાં આવા સ્ટાન્ડર્ડ અમલમાં ન આવે તેના માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ-દિલ્હી સતર્ક રહે છે અને મોરબી સિરામિક ઉધોગને જરુર માર્ગદર્શન આપે છે.

