યુવતી ના પિતાની રજૂઆતના પગલે નાયબ કલેક્ટરે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને તપાસ સોંપી
Chotila,તા.27
ચોટીલાના લાખણકા ગામની સીમમાં થી મળેલા યુવતીના મૃત દેહ ના મામલામાં યુવતીના પિતાએ કરેલી રજૂઆતના પગલે આ બનાવ અંગેની તપાસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ લાખણકા ગામની સીમમાંથી શ્રદ્ધા નો મૃતદેહ મળ્યો હતો આં અંગે શ્રદ્ધાના પિતા જસમતભાઈ કમાભાઈ ડેરવાણીયા , નાના માત્રા વાળાઓએ ચોટીલા સબ ડીવી મેજીસ્ટેટ એચટી મકવાણા મળી પોતાની દીકરી શ્રદ્ધા નું મોત કુદરતી નહીં પરંતુ કેટલાક લોકોએ તેની હત્યા કરી દીધી હોવાનીરજૂઆત કરી આ મામલાની પુનઃ તપાસ કરવા માંગ કરી હતી. જસમતભાઈ ડેરવાણીયા ની રજૂઆતના પગલે સબ ડિવિ, મેજી એચ, ટી મકવાણાએ આ બનાવમાં હકીકત શું છે? ખરેખર મૃત્યુ કેવી રીતે થયું છે? તપાસ કરવા મામલતદાર ચોટીલા ને તપાસ સોંપી વિગતવાર રિપોર્ટ આપવા હુકમ કરવામાં આવ્યો છે