Veraval,તા.11
ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહજી એન.જાડેજા,નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર નાઓએ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરી/લુંટ/મીલ્કત સબધી ગુન્હાઓ શોધી કાઢવા આવા ગુન્હાઓ બનતા અટકાવવા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા સુચના અનુસંધાને વેરાવળ સીટી પો.સ્ટે.બી.એન.એસ. ક.૩૦૫, ૩૩૧,(૪), ૫૪ મુજબનો ગુન્હો ગઇ તા.૨૬/૦૧/૨૦૨૫ ના ક.૧૦-૦૦ થી તા.૦૩/૦૨/૨૦૨૫ ના
વેરાવળ સોની વંડી સામે નગરપાલીકા કવાર્ટરમા કોઇ અજાણ્યા ચોર ઇસમોઓ આ કામના ફરીયાદીના મકાનનો દરવાજો તોડી ફરીયાદીની પત્નીને કરીયાવરમા મળેલ અલગ-અલગ પ્રકારના વાસણો જેની કિ.રૂ.૧૫,૫૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુન્હો વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી ની સુચના મુજબ વેરાવળ સીટી પો.સ્ટે.ના ટાવર પોલીસ ચોકીના પો.સબ.ઇન્સ. કે.એન.મુછાળનાઓને આ વણ ઉકેલાયેલ ગુન્હા ને તાત્કાલીક ઉકેલવા અને ગુન્હાના કામના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવા સુચના કરતા ટાવર પોલીસ ચોકી સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમા સદરહુ ગુન્હાના આરોપી/ચોર મુદામાલ બાબતે વોચ/તપાસમા હતા તે દરમ્યાન ટાવર પોલીસ ચોકીના એ.એસ.આઇ.દેવીબેન નોઘણભાઇ બારડ, પો.કો.દિપકભાઇ ઉકાભાઇ બાંભણિયા ને સંયુકતમાં મળેલ ખાનગી બાતમી તથા ટેકનિકલી હકિકતના આધારે નીચે જણાવેલ નામવાળા વ્યકિતીઓને વેરાવળ શહેર રંગોલી આઇસ્ક્રીમની બાજુમાથી મજકુર ઇસમોને હસ્તગત કરી યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા સદર ચોરીનો ગુન્હો કરેલાની કબુલાત આપતા
જીતુ ઉર્ફે ચીનો ઉર્ફે નેપાળી સ/ઓ ગોપીરામ થાપા ઉવ.૨૨ ધંધો.છુટક મજુરી આકાશ ઉર્ફે આકલો રમેશભાઇ સોલંકી દે.પૂ. ઉ.વ.૩૦ ધંધો.ભંગારની ફેરી,સની સુનીલભાઇ ચૌહાણ દે.પુ.ઉવ.૨૩ ધંધો.ભંગારની ફેરી રહે.બધા વેરાવળ વાળાઓ પાસેથી અલગ અલગ પ્રકારના વાસણો નંગ-૫૪ મુદ્દામાલની કુલ કિ.રૂ.૧૦,૨૦૦/ ચોરીમાં ગયેલ અસલ મુદામાલ સાથે પકડી પાડી અન ડીટેકટ ચોરીના ગુન્હાને ડીટેકટ કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પો.સ્ટાફ
વેરાવળ સીટી પો.ઇન્સ. એચ.આર.ગૌસ્વામી,ટાવર પોલીસ ચોકીના પો.સબ. ઇન્સ.કે.એન.મુછાળ તથા એ.એસ.આઇ.ડી.એન.બારડ,પો.હે.કો.આર.કે.ચોપડા, આર.એચ.રાઠોડ,પો.કો. દિપકભાઇ ઉકાભાઇ, રોહીતભાઇ વીરાભાઇ, ભુપતભાઇ લખમણભાઇ, પ્રવિણભાઇ લખમણભાઇ, વિજયભાઇ સરમણભાઇ, જીવાભાઇ જેસાભાઇ, કંચનબેન અરજણભાઇએ સહિત પોલીસ સ્ટાફઆ કામગીરીમાં જોડાયેલ.