Jasdan,તા.3
જસદણ સિવિલ હોસ્પિટલનું કાર્ય ગત સપ્ટેમ્બર માસમાં એક ખરાં મહેકી ઉઠ્યાની સાથોસાથ દર્દીઓને પણ રાહત મળી હતી જસદણની સિવિલ હોસ્પિટલના વિગતે આંકડા જોઈએ તો સપ્ટેમ્બર માસમાં કુલ મળીને 180 ડિલિવરી થઈ જે પૈકી 18 ડિલિવરી સિઝરિયન રીતે કરવામાં આવી હતી ઈમરજન્સી વિભાગમાં 1842 ઓપીડી 15521 લેબોરેટરીમાં લોહીની તપાસ 20724 અને 253 સ્પૂટમ ટેસ્ટ કરવામાં આવ્યા આ ઉપરાંત એક્સ રે વિભાગમાં 578 દર્દીઓએ લાભ લીધો હતો.
આમ હોસ્પિટલના અધિક્ષકથી માંડી સફાઈ કામદાર સુધીના લોકોની મહેનત દર્દીઓમાં ઉડીને આંખે વળગી હતી અત્રે નોંધનીય છે કે જસદણની સિવિલ હોસ્પિટલમાં જસદણના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા વારંવાર મુલાકાત લીધી છે દરમિયાન તેમણે ટોપ ટુ બોટમ સુધીના સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની કામગીરીને બિરદાવી છે અને જ્યાં બરોબર ન હોય ત્યાં ટકોર પણ કરી છે.