Mexico City,તા.30
મેકસીકોની સંસદમાં દેશનાં ડ્રગ માફીયાઓ સામે અમેરિકી એજન્સીઓને કાર્યવાહીની છુટના મુદે આ દેશની સંસદમાં જબરી ધમાલ મચી ગઈ હતી અને તે મુદે સંસદસભ્યો હાથાહાથની મારામારી પર આવી ગયા હતા.
આ દેશમાં વિપક્ષી પાર્ટી પીઆરઆઈના નેતા મોરેનો અને સેનેટના પ્રેસીડેન્ટ જી.ફર્નાન્ડેઝ નોરોના એકબીજાને કાછલા પકડતા અને ઘુસ્તા મારતા જોઈ શકાય છે. વિપક્ષ દ્વારા અમેરિકી લશ્કરી એજન્સીઓને મેકસીકોમાં ઘુસવા દેવા સામે જબરો વિરોધ દર્શાવાયો હતો અને તેની ચર્ચા દરમ્યાન જ આ મારામારી સર્જાઈ હતી.
નોરેનોએ આક્ષેપ કર્યો કે વિપક્ષ દ્વારા આ મારામારીની શરુઆત કરવામાં આવી હતી. હવે વિપક્ષના નેતા સામે ઠપકાની દરખાસ્ત પણ આવી શકે છે. આ ઉપરાંત સેનેટના ચેરમેન નોરેનો સામે તેમના સતાવાર નિવાસમાં વધુ પડતો ખર્ચ કરવા અંગે પણ વિવાદ સર્જાયો છે.
તે વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેન્ટાગોનને લેટીન અમેરિકી ડ્રગ કાર્ટલ સામે કામ લેવા માટે મેકસીકોમાં ઘુસવાની મંજુરી પણ આપી છે પણ મેકસીકોમાં તેનો જબરો વિરોધ થઈ રહ્યો છે.