હિન્દૂ-મુસ્લિમ દંપતી દ્વારા સામસામે હુમલો : પાંચ શખ્સોં વિરુદ્ધ ગુનો
Rajkot,તા.10
શહેરમાં નાણાવટી ચોક નજીક આવેલ આવાસ ક્વાર્ટરમાં રીક્ષા પાર્ક કરવા બાબતે બે દંપત્તિઓ વચ્ચે મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે. હિન્દૂ અને મુસ્લિમ દંપતી વચ્ચે થયેલા ડખ્ખામાં ચારેય ઘવાયા છે. મામલામાં યુનિવર્સીટી પોલીસમાં સામસામે બંને દંપતી સહીત પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મામલામાં નાણાવટી ચોક નજીક આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા મનીષાબેન ગોપાલભાઈ કનારાએ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તૌસીફ હનીફ હુનાણી અને આયશા તૌસીફ હુનાણીનું આપતાં જણાવ્યું હતું કે, હું સિલાઈ કામ તેમજ કટલેરીનું કામ કરું છું. મારા પતિ રીક્ષા ચલાવતા હોય તેમજ કટલેરીની અમારા ઘર પાસે ચામુંડા કટલેરી કેબિન ધરાવી વેપાર કરે છે. જેમાં અમારી સાથે છેલ્લા દસેક દિવસથી મારા જ્ઞાતિના દેરાણી શિલ્પાબેન અને તેના પતિ જૈવિકભાઈ અમારી સાથે રહે છે. ગઈ તારીખ ૦૯/૦૪/૨૦૨૫ના રોજ સવારના ગોંડલ ખાતે મારા પતિ કટલેરીનો સામાન ખૂટી જતા તે લેવા અર્થે મારા દિયર જયવીરભાઈની માલિકીની રીક્ષા લઈ ગયેલ હતા તેમજ આખો દિવસ કટલેરીની ખરીદી કરી રાત્રે પરત ફર્યા હતા. દરમિયાન અમારી વિંગમાં ચોથા માળે ચારેક માસ પહેલા રહેવા આવેલા બહેન જેનું નામ આવડતું નથી તેમને અગાઉ નામ પૂછતાં તેમણે નામ જણાવ્યું ન હતું જો કે, પોતે દરબાર હોવાનું કહ્યું હતું. બાદ થોડા સમય પહેલા મુસ્લિમ સમાજના રમજાન મહિના દરમિયાન આ બહેનના પતિના માથામાં મુસ્લિમ ટોપી પહેરેલ જોવામાં આવતા આ બહેનને મેં કહેલ કે તમારા પતિ મુસ્લિમ જ્ઞાતિના છે? જેથી આ બહેને મને જણાવેલ કે મેં મુસ્લિમ સાથે લવ મેરેજ કરેલ છે. આ દંપતીએ અમારો દરવાજો ખખડાવ્યો હતો. જેથી દરવાજો ખોલતા બંને ઘરની અંદર આવીને અમારે રીક્ષા રાખવી છે જેથી પતીએ કહ્યું હતું કે, તમે ભાડે રહો છો અને અમારું ઘરનુ ઘર છે એટલે રીક્ષા રાખવાનો પ્રથમ હક અમારો છે તેમ કહેતા સામાવાળાએ પતિને ગાળો આપી હતી. પતિએ ગાળો આપવાની ના પાડતા અમારા ઘરમાંથી રહેલ સ્પીકરને ધક્કો મારી પછાડી, ફ્રિજનો દરવાજો જોરથી બંધ કરી ફ્રિજનું વાયરીંગ તોડી નાખી તેમજ ઘરવખરીનો સામાન આડો અવળો ફેંકી નુકસાની કરવા લાગતા મારા પતિએ તેઓને આમ નહીં કરવા વાત કરતા બંને ઉશ્કેરાઈ જઈ તમો મને ઓળખતા નથી. તેમ કહી રીક્ષા તો તમારે પાર્કિંગમાંથી લઈ લેવી જ પડશે તેમ કહી અમે બંને પતિ પત્ની તથા દેર-દેરાણી સાથે ઝઘડો કરી ઢિકાપાટોનો મુંઢમાર મારી આખા ખાનદાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદ મુસ્લિમ શખ્સે તેની રિક્ષામાંથી લોખંડના પાઈપ વડે એક ઘા કાંડાથી ઉપરના ભાગે મારી દીધો હતો.
સામાપક્ષે હનીફ હુનાણીએ નોંધાવેલી ફરિયાદમાં મનીષાબેન, ગોપાલભાઈ અને એક અજાણ્યા શખ્સનું નામ આપતાં વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બાદમાં પત્ની આઈશા પગથિયાં પાસે ઊભી હોય મનીષાબેને મારી પત્નીને ઢીકાપાટુનો માર માર્યો હતો. મામલામાં યુનિવર્સીટી પોલીસે સામસામે બંને પક્ષે બે મહિલા સહીત પાંચ વિરુદ્ધ હુમલા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.