Rajkot. તા.10
મોટી ટાંકી ચોક પાસે રીક્ષા ચાલક અને યુવતી વચ્ચે જોરદાર માથાકૂટ થઈ હતી અને યુવતી એટલી ઉગ્ર બની ગઈ હતી કે, રીક્ષાના કાચમાં મુક્કા મારી કાચ તોડી નાંખ્યો હતો. જે બનાવનો વિડીયો સોશિયલ મિડિયામાં ભારે વાયરલ થયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ,યુવતી તેના કાકા સાથે બાઈકમાં આવતી હતી ત્યારે વાહન ઓવરટેક કરવાં મામલે એક રીક્ષાને યુવતીએ મોટી ટાંકી ચોક પાસે આંતરી હતી અને બેફામ વાણી વિલાસ કર્યો હતો.
જે બાદ ઉગ્ર થયેલ યુવતીએ રીક્ષાના કાચમાં મુક્કા મારી કાચ તોડી નાંખ્યો હતો. જો કે, થોડીવારમાં યુવતી અને રીક્ષા ચાલક બંને પોત પોતાની રીતે ત્યાંથી નીકળી ગયાં હતાં. જે વિડીયો સોશિયલ મિડિયામાં ભારે વાયરલ થયો હતો.