(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૬ઃ
માટેલ રોડ પરની ફેકટરીમાં ટ્રક ક્લીનર ટ્રકની નીચે પ્રેસર પાઈપ ચેક કરતો હતો ત્યારે ટ્રક ચાલકે બેદરકારી દાખવી ટ્રક રીવર્સમાં ચલાવતા ટ્રક ક્લીનર કચડાઈ ગયો હતો શરીર પર ટ્રકના વ્હીલનો જોટો ફરી વળતા શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું હતું
રાજસ્થાનના વતની હાલ મોરબીના ભરતનગર નજીક રહેતા સંતોષકુમાર ભૈરૂલાલ પલસનીયા (ઉ.વ.૫૨) વાળાએ આરોપી રામજીલાલ સુરજમલ પલસનીયા રહે રાજસ્થાન વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રામજીલાલે Wankaner તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્યુરો સિરામિક કારખાનાના પાર્કિંગમાં પોતાનો ટ્રેઇલર ટ્રક આરજે ૫૨ જીબી ૪૦૩૪ વાળો પાછળ કે નીચે જોયા વગર બેફિકરાઈથી ચલાવી રીવર્સમાં ચલાવ્યો હતો અને ફરિયાદીના ભત્રીજા હરકુલસિંઘ જગદીશપ્રસાદ પ્લસનીયા (ઉ.વ.૩૭) નામના યુવાન ટ્રક નીચે પ્રેસર પાઈપ ચેક કરવા ગયો હતો જેના શરીરના છાતી, પેટ અને માથાના ભાગે ટ્રકના વ્હીલનો પાછળનો જોટો ફરી વળતા ચગદાઈ જતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

