Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, ભુતાનથી PM મોદીની પ્રતિક્રિયા

    November 11, 2025

    Delhi in Red Zone : અનેક વિસ્તારોમાં વાયુ પ્રદુષણ એકયુઆઈ 450ના ખતરનાક સ્તરે

    November 11, 2025

    IPL 2026ની તૈયારીઓ વચ્ચે મોટુ ટ્વિસ્ટ : SRHની હિટમેન રોહિત શર્માને ઓફર

    November 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, ભુતાનથી PM મોદીની પ્રતિક્રિયા
    • Delhi in Red Zone : અનેક વિસ્તારોમાં વાયુ પ્રદુષણ એકયુઆઈ 450ના ખતરનાક સ્તરે
    • IPL 2026ની તૈયારીઓ વચ્ચે મોટુ ટ્વિસ્ટ : SRHની હિટમેન રોહિત શર્માને ઓફર
    • વિશ્વ વિજેતા Women’s Cricket Team ની બ્રાન્ડ વેલ્યુમાં પણ થયો વધારો
    • Rajkot: ડેંગ્યુ, કમળો અને ટાઇફોઇડના 11 કેસ, રોગચાળાના 1704 દર્દી નોંધાયા
    • Delhi blasts ના પગલે જુનાગઢ જિલ્લામાં એલર્ટ, રાતભર હાઈવે, હોટલો, બંદરો પર વાહન ચેકિંગ
    • Dwarka-Somnath સહિત સૌરાષ્ટ્રભરમાં એલર્ટ : હાઇવેથી દરિયા સુધી ચેકીંગ
    • પર્વતીય ક્ષેત્રોને બદલે હવે રહેણાંક ભાગોમાં ત્રાસવાદી અડગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ક્લાર્ક દંપતિને 45 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 88.50 લાખ પડાવી લીધા
    રાજકોટ

    Rajkot: ક્લાર્ક દંપતિને 45 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 88.50 લાખ પડાવી લીધા

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot. તા.25
    રાજકોટમાં વધું એક ભણેલ ગણેલ વૃધ્ધ સાયબર ગઠિયાઓનો ભોગ બન્યાં છે. સેસન્સ કોર્ટના નિવૃત ક્લાર્ક અને તેની પત્નીને 45 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 88.50 લાખ પડાવી લેવાનો કિસ્સો સામે આવતાં શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. જે મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને પોલોસે બે આરોપીની ભાવનગરથી ધરપકડ કરી હતી

    દિલ્હી ક્રાઇમ બ્રાંચમાંથી સુનીલકુમાર ગૌતમનો ફોન આવેલ અને કહેલ કે, દિલ્લી ક્રાઈમ બ્રાંચમાં આઈસીઆઈસીઆઈના બેંક મેનેજર સંદીપ કુમાર વિરૂધ્ધ મની લોંડરીંગનો ગુનો દાખલ થયેલ છે, તેને જે ફ્રોડ કરેલ તેમાથી તમને 10 ટકા હીસ્સો આપેલનું સુપ્રીમ કોર્ટમા નીવેદનમા આપેલ છે કહીં વૃધ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી રૂપીયા પડાવી લીધા હતાં.

    બનાવ અંગે રાજકોટમાં યુની. રોડ પરના સાધુવાસવાણી રોડ પર સ્વાગત રેસીડેન્સીમાં રહેતાં દિનેશભાઈ જીવણભાઇ દેલવાડીયા (ઉવ.69) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ અલગ બેંક એકાઉન્ટના ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર પરથી અજાણ્યાં શખ્સનું નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસે બીએનએસ એકટ 308(6), 351(2),319(2), 204 અને આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

    વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ તેમના પત્ની અનીતાબેન સાથે રહે છે. તેઓ વર્ષ 2013 પહેલા રાજકોટ સેસન્સ કોર્ટમાંથી આસીસ્ટન્ટ કલાર્ક તરીકે  રીટાયર્ડ થયેલ છે. હાલ બોલબાલા ટ્રસ્ટમાં છેલ્લા પાંચ વર્ષથી કમીટી મેમ્બર તરીકે સેવા  આપે છે.

    ગઈ તા.08/07/2025 ના તેઓ અને તેમના પત્ની ઘરે હતા ત્યારે સવારના આઠેક વાગ્યાની આસપાસ તેમમાં મોબાઈલ નંબર પર અજાણ્યા મો.નં પરથી વ્હોટ્સઅપ ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે, હું ટેલીફોન ડીપાર્મેટમાથી બોલુ છુ, તમને દશ મીનીટ બાદ દિલ્હી ક્રાઇમ બ્રાંચમાંથી સુનીલકુમાર ગૌતમનો ફોન આવશે તમે તેઓની સાથે વાત કરી લેજો તેવુ કહી ફોન કટ કરી નાખેલ હતો.

    ત્યારબાદ દસ મીનીટ બાદ એક અજાણ્યા વ્હોટ્સઅપ નંબર 8837088541 થી ફોન આવેલ અને જણાવેલ કે, હું દિલ્હી ક્રાઇમ બ્રાંચમાથી બોલુ છુ, દિલ્હી ક્રાઈમ બ્રાંચમાં સંદીપ કુમાર જે આઈસીઆઈસીઆઈ બેંક મેનેજર હતા તેઓ વિરૂધ્ધ મની લોંડરીંગનો ગુનો દાખલ થયેલ છે, સંદીપકુમારે જે ફ્રોડ કરેલ છે, તેમાથી તમને સંદિપકુમારે 10 ટકા હીસ્સો આપેલનું સુપ્રીમ કોર્ટમા નીવેદનમા આપેલ છે.

    સંદીપકુમારના ઘરે રેઇડ પાડતા આઠ મીલીયન રોકડ રકમ,180 જુદી જુદી બેંકોની પાસબુક, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, ચેકબૂકો, તથા મોટા જથ્થાનું ડ્રગ્સ કબ્જે કરેલ છે, જેના હિસ્સેદાર તમે પણ છો.

    ઉપરાંત આ કેસમાં તમને આખી જીંદગી જેલમાં રહેવું પડશે તેમ કહી મની લોન્ડરીંગ તથા ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાનો ભય બતાવેલ હતો. ફરીયાદી તેમના પત્ની સાથે એકલા રહેતા હોય જેથી તેઓ ડરી ગયેલ અને આ બાબતે તે સમયે કોઇને વાત કરેલ નહી. થોડીવાર પછી તેઓની પત્નીના મોબાઇલમા વોટસએપમાં કોઈ આરોપીને પકડેલ હોય તેવા પોલીસ સાથેના ફોટા મોકલેલ અને જણાવેલ કે, આ વાત કોઈને કરતા નહી જો, કોઈને કહેશો તો અમે ત્યા આવીને તમને એરેસ્ટ કરીશુ, તેમ વાત કરી વધુમાં જણાવેલ કે, તમારા બેંક એકાઉન્ટમાં દસ ટકા વાળી રકમ આવેલ છે કે નહી તે જાણવા માટે તેમણે જણાવી કહેલ કે તમને એક એકાઉન્ટ નંબર મોકલુ છુ, તેમા તમારે 8 લાખ  જમાં કરાવાના છે, તેમ કહેતા તેઓએ સેન્ટ્રલ બેંક ઓફ ઇંડીયાના એકાઉન્ટ નંબર મોકલેલ જેથી ફરીયાદીએ તેમાં રૂ.8 લાખનુ આરટીજીએસ કરતાં તેઓએ જણાવેલ કે, જો તમે નિર્દોષ હશો તો તમને તમારા પેસા તપાસ પુરી થયે પરત મળી જશે તેમ વાત કરેલ હતી.

    ત્યારબાદ બીજા દીવસે મને ફરી વાર મોબાઈલ નંબર 8837088541 પરથી વોટસએપ કોલ આવેલ અને કહેલ કે, તમારે બેંકમા લોકર છે અને હોય તો તેમાં ગોલ્ડ હોય તો તમે આઈસીઆઈસીઆઈ બેંક જઈને ગોલ્ડ લોન લઇ પૈસા જમાં કરાવા કહેલ જેથી તેમને કહેલ કે, મે રૂ.8 લાખનું આરટીજીએસ કરેલ છે, તે પરત આપવા જણાવેલ તો આરોપીઓએ જણાવેલ કે, પેહલા તમારી બધી રકમનુ વેરીફીકેશ થઈ જશે, ત્યારબાદ તમને એક સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ તમને તમારી બધી રકમ પાછી સોંપી દેવામા આવસે તેમ કહી ભરોસો અપાવેલ હતો.

    વધુમાં ફરીયાદીએ ઉમેર્યું કે, તેઓને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી તેઓની પાસેથી ગોલ્ડ લોનમાથી આવેલ કુલ રકમ રૂ.27 લાખ, તેમજ આઈસીઆઈસીઆઈ બેંકમાં રહેલ એફડી તોડાવી રૂ.8.20 લાખ આરટીજીએસ કરાવેલ હતાં. તેમજ રાજકોટ હેડ પોસ્ટ ઓફીસમાંથી આરોપીઓના એકાઉન્ટમાં રૂ.10 લાખ અને બીજા અલગ અલગ બેંક એકાઉન્ટમાં 13 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કરેલ હતાં.

    ત્યારબાદ તેઓની પાસે રહેલ ગોલ્ડની આરોપીઓએ લોન લેવડાવેલ અને ગોલ્ડ વેંચાવીને કુલ રૂ.10 લાખ અને રૂ.6.50 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધેલ હતાં. તેમજ ફરીયાદીના પત્નીના એકાઉટમાથી રૂ.2.80 લાખ અને રૂ.3 લાખ પણ આરટીજીએસ કરાવેલ હતાં.

    ફરીયાદીને આશરે 45 દીવસમાં અલગ અલગ નંબરથી ફોન કરી પતિ-પત્નીને ડીઝીટલ એરેસ્ટ કરી ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી કુલ  રૂ.88,55,020 ટ્રાન્સફર કરાવવા મજબુર કરેલ હતાં.

    દંપતીને દિલ્હી ક્રાઇમ બ્રાંચની ખોટી ઓળખ આપી અલગ-અલગ મોબાઇલ નંબર પરથી ફોન કરી મની લોન્ડરીંગ તથા ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાનો ભય બતાવી ગુન્હાહીત ધમકી આપી ડિજિટલ કરી લાખો રૂપિયા પડાવી લેતાં બાદમાં તે વાત દીકરા કૃણાલને કરતા તેણે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર હેલ્પલાઇન નંબર 1930 મા કોલ કરી ઓનલાઇન અરજી કરેલ હતી.

    જે બાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી પીઆઈ એસ.ડી ગીલવા અને ટીમે તપાસનો ધમધમાટ આદરી બે શખ્સોને ભાવનગરથી દબોચી લીધાં હતાં.સાયબર ગઠિયાઓએ મોડ્સ ઓપરેન્ડીથી જ ફરીયાદીને દબાવ્યા હતા અને જણાવ્યું હતું કે, આઈસીઆઈસીઆઈ બેંક મેનેજરના ઘરે રેઇડ પાડતા આઠ મીલીયન રોકડ રકમ, 180 જુદી જુદી બેંકોની પાસબુક, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, ચેકબૂકો, તથા મોટા જથ્થાનું ડ્રગ્સ કબ્જે કરેલ છે, જેના હિસ્સેદાર તમે પણ છો કહીં ફસાવ્યાં હતા.ડિજિટલ એરેસ્ટનો ભોગ બનનાર વૃધ્ધ વર્ષ 2013 પહેલા રાજકોટ સેસન્સ કોર્ટમાંથી આસીસ્ટન્ટ કલાર્ક તરીકે  રીટાયર્ડ થયાં બાદ બોલબાલા ટ્રસ્ટમા છેલ્લા પાંચ વર્ષથી કમીટી મેમ્બર તરીકે સેવા આપી સેવાકીય પ્રવૃત્તિ કરે છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, ભુતાનથી PM મોદીની પ્રતિક્રિયા

    November 11, 2025
    રાષ્ટ્રીય

    Delhi in Red Zone : અનેક વિસ્તારોમાં વાયુ પ્રદુષણ એકયુઆઈ 450ના ખતરનાક સ્તરે

    November 11, 2025
    રાજકોટ

    Rajkot: ડેંગ્યુ, કમળો અને ટાઇફોઇડના 11 કેસ, રોગચાળાના 1704 દર્દી નોંધાયા

    November 11, 2025
    રાજકોટ

    Dwarka-Somnath સહિત સૌરાષ્ટ્રભરમાં એલર્ટ : હાઇવેથી દરિયા સુધી ચેકીંગ

    November 11, 2025
    રાષ્ટ્રીય

    પર્વતીય ક્ષેત્રોને બદલે હવે રહેણાંક ભાગોમાં ત્રાસવાદી અડગ

    November 11, 2025
    રાષ્ટ્રીય

    Srinagar ના `રિવેન્જ એટેક’ પોસ્ટરથી દિલ્હી બ્લાસ્ટનું નેટવર્ક

    November 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, ભુતાનથી PM મોદીની પ્રતિક્રિયા

    November 11, 2025

    Delhi in Red Zone : અનેક વિસ્તારોમાં વાયુ પ્રદુષણ એકયુઆઈ 450ના ખતરનાક સ્તરે

    November 11, 2025

    IPL 2026ની તૈયારીઓ વચ્ચે મોટુ ટ્વિસ્ટ : SRHની હિટમેન રોહિત શર્માને ઓફર

    November 11, 2025

    વિશ્વ વિજેતા Women’s Cricket Team ની બ્રાન્ડ વેલ્યુમાં પણ થયો વધારો

    November 11, 2025

    Rajkot: ડેંગ્યુ, કમળો અને ટાઇફોઇડના 11 કેસ, રોગચાળાના 1704 દર્દી નોંધાયા

    November 11, 2025

    Delhi blasts ના પગલે જુનાગઢ જિલ્લામાં એલર્ટ, રાતભર હાઈવે, હોટલો, બંદરો પર વાહન ચેકિંગ

    November 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, ભુતાનથી PM મોદીની પ્રતિક્રિયા

    November 11, 2025

    Delhi in Red Zone : અનેક વિસ્તારોમાં વાયુ પ્રદુષણ એકયુઆઈ 450ના ખતરનાક સ્તરે

    November 11, 2025

    IPL 2026ની તૈયારીઓ વચ્ચે મોટુ ટ્વિસ્ટ : SRHની હિટમેન રોહિત શર્માને ઓફર

    November 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.