રાજકોટનું ગૌરવ સમા મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડને રકમ ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થવાનો કેસ ચાલી જતા અદાલતે બાકીદાર ક્લાઈન્ટ ભાવિન પટેલને એક વર્ષની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ ની સવાગણી રકમ રૂપિયા 34. 34 લાખ બે માસમાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વિરોલ ગામે રહેતા ભાવિનકુમાર સૂર્યકાંતભાઈ પટેલ નામના ક્લાઈટે મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ ને રૂપિયા 27. 46 લાખ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં ભાવિન પટેલ ચેક મુજબની રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં નેગોસીએબલ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી જે ફરીયાદમાં ફરીયાદી કંપનીના એડવોકેટ કિશન એમ. પટેલે વિવિધ કોર્ટોની ઓથોરીટીઓ ટાંકી ધારદાર દલીલ કરી રજુઆત કરેલી કે ચેક કાયદેસરના લેણા પેટે આપેલ હતો જે ચેક વગર વસુલાતે ૫૨ત ફરતા આરોપીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગુન્હો કરેલ છે. એડી. ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એમ.એ.પીપરાણી ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમની સવા ગણી રકમ રૂા. ૩૪,૩૪,૦૦૦/- નું વળતર ચુકવવાનો હુકમ કરેલ અને જો વળતરની રકમ દિન ૬૦ માં ન ચુકવે તો ત્રણ માસની વધુ સાદી કેદની સજા કરવાનો હુકમ ફરમાવેલો છે. મારવાડી શેર્સ એન્ડ ફાયાનાન્સ લી. વતી એડવોકેટ કિશન એમ. પટેલ, જયદીપસિંહ બી. રાઠોડ, જયેશ પી. નાગદેવ, પાર્થરાજસિંહ એમ. જાડેજા, હર્ષવર્ધનસિંહ વી. જાડેજા રોકાયેલ હતા.
Trending
- Raj Kundra money laundering case માં નવો વળાંક,એકતા કપૂર અને બિપાશા બાસુની પૂછપરછ થઇ
- Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ
- Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા
- CM ના હસ્તે Mission for Million Trees’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ
- બાળકો, મહિલાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ
- Anirudhsinh Jadeja ને સરેન્ડર થવા પર સુપ્રીમ કોર્ટની રાહત, એક સપ્તાહનો સ્ટે
- રાજકીય માણસોને પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે અને તેઓને સમાજ સાથે ન જોડવાની ટકોર કરતા વિવાદ સામે આવ્યો
- 19 સપ્ટેમ્બર નું પંચાંગ