Akhnoor તા.3
અહીંના ચોકી ચોરામાં ગઇકાલે રાત્રે બે વાગ્યે અચાનક વાદળ ફાટતા સુમાહ ખંડ (નાલુ) ભરાઇ ગયું હતું. જેના કારણે અખનુરના સુમાહ, સુંગલ, પંગયાર્ડ, રામનગર કોલોની અને બોમાત ક્ષેત્રના અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં. જેના કારણે સ્થાનીક લોકોને ભારે નુકશાન થયું હતું.
વાદળ ફાટવાના કારણે મચેલી તબાહીથી સુમાહમાં બનાવવામાં આવેલ ટયુબવેલની દીવાલ તુટી ગઇ હતી. અખનુરથી ગોપાલા, અને પંગયાર્ડ મુખ્ય માર્ગને જોડતી બંને પુલ તુટી ગયા છે. જેના કારણે બંને ગામનો સંપર્ક કટ થઇ ગયો છે. જેની અસર 400 લોકોને થઇ છે. જયારે ચિનાબ નદીનું જલસ્તર સવારે 8 વાગ્યે 44 ફીટ હતું જે હવે ઘટીને 4ર ફીટ થઇ ગયું છે.
નદીના કિનારે ગડખાલ પંચાયતના .તુકોટલી ક્ષેત્ર ફરીથી જલમગ્ન થઇ ગયો છે. ચિનાબ નદીનું જલસ્તર ખતરાની નજીક છે. જયારે ફતુકોટલીમાં રપ લોકો પાણીમાં ફસાયેલા છે. આ ઉપરાંત બોમાલ, દેવીપુર, ભોરકેમ્પ, ચક સિકંદર, મરા અને બંધવાલ જેવા વિસ્તારોમાં ચિનાબ નદીના કિનારે પાણીથી ઘેરાયેલા છે.
પ્રશાસન અને રાહત એજન્સીઓ ફસાયેલા લોકોની મદદમાં સક્રીય છે. સ્થાનીક લોકોએ વહીવટીતંત્રને ઝડપથી મદદ પહોંચાડવાની માંગ કરી છે. અને સુરક્ષીત સ્થળો પર લઇ જવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં હવામાનનો ખતરો યથાવત છે. રવિવારે સાંજે ગાંદરબલના રવિવારે મોડી સાંજે વાદળ ફાટવાથી નદી-નાળા બે કાંઠે થયા હતાં. હવામાન વિભાગે પુર, ભુસ્ખલનની આગાહી કરી છે.