New Delhi તા.5
ભારતમાં ચોમાસું આગળ વધતુ અટકી ગયુ છે અને થોડા દિવસો હજુ સ્થગીત જ રહે તેમ છ તેવા સમયે કાશ્મીર તથા ઉતરાખંડ જેવા ભાગોમાં હવામાન પલ્ટા સાથે ભારે વરસાદ તથા હિમવર્ષા થઈ હતી.
કાશ્મીરનાં ફુલગામમાં વાદળ ફાટતા મુશળધાર વરસાદ થયો હતો અને પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમાં તણાઈ જતા એક મહિલાનું મોત નીપજયુ હતું. આસપાસના ભાગોમાં પણ હળવા વરસાદથી ગરમીમાંથી રાહત મળી હતી.
બીજી તરફ ઉતરાખંડમાં પણ અનેક ભાગોમાં વરસાદ તથા હિમવર્ષાનો દોર જારી રહ્યો હતો. સતત બીજા દિવસે હેમકુંડ સાહીબ, બદરીનાથ, કેદારનાથ, આદિ કૈલાશ, પંચામુલી, હંસાલીંગ, રાજરંભા સહીતના પર્વતીય ભાગોમાં હિમવર્ષા થઈ હતી.
દહેરાદુન તથા આસપાસના ભાગોમાં વરસાદ થયો હતો. હવામાન પલટાને પગલે જુદા જુદા ભાગોમાં તાપમાન 8 ડીગ્રી નીચે આવી ગયુ હતું.