Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
    • ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
    • Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા
    • Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે
    • Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે
    • Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી
    • 2 જુલાઈનું રાશિફળ
    • 2 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»શહેરોના વિકાસ કાર્યો માટે CM ભૂપેન્દ્ર પટેલે એ ખોલ્યો ખજાનો
    ગુજરાત

    શહેરોના વિકાસ કાર્યો માટે CM ભૂપેન્દ્ર પટેલે એ ખોલ્યો ખજાનો

    Vikram RavalBy Vikram RavalMay 8, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નગરો-મહાનગરોમાં ૨૨૦૪.૮૫ કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

    Gandhinagar,તા.૮

    મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અન્વયે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે “અર્નિંગવેલ લીવીંગવેલ”નો ધ્યેય સાકાર કરવા નગરો-મહાનગરોમાં ૨૨૦૪.૮૫ કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

    મુખ્યમંત્રી સમક્ષ સંબંધિત મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોએ સ્થાનિક જરૂરિયાત મુજબના વિકાસ કામો માટે સામાન્ય સભામાં મંજૂરી લઈને  નાણાં ફાળવવાની કરેલી માંગણી અનુસાર  મુખ્યમંત્રીએ આ રકમ ફાળવવાની અનુમતિ આપી છે.

    શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તીકરણથી વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના શહેરોના નિર્માણનો હેતુ વિકાસ કામોની આ સૈદ્ધાંતિક મંજૂરીઓમાં અભિપ્રેત છે.

    મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગના આ વર્ષના બજેટમાં ૨૦૨૪-૨૫ના ગત વર્ષના બજેટ કરતા ૪૦ ટકા વધારો કરીને ૩૦,૩૨૫ કરોડ રૂપિયા ફાળવ્યાં છે.

    તેમણે નાગરિક કેન્દ્રીત શહેરોના નિર્માણને કેન્દ્રસ્થાને રાખીને આ હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકોમાંથી જે તે નગર-મહાનગરની જરૂરિયાત મુજબના કામો માટે નાણા ફાળવવા અનુમતિ આપી છે.

    મુખ્યમંત્રીએ શહેરી વિસ્તારોમાં સડકોના નિર્માણ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે કુલ ૫૯૭.૭૩ કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.

    આ કામો અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં ૮૫૭ જેટલા માર્ગોના કામો કારપેટ, રી-કારપેટ, હયાત રસ્તા પહોળા કરવા, નવા બનાવવા, સી.સી. રોડ એમ બહુવિધ કામો માટે ૪૬૪.૯૨ કરોડના કામ કામો મંજુર કર્યા છે.

    ભાવનગર મહાનગરપાલિકામાં ચાર માર્ગીય રસ્તા, ઇઝ્રઝ્ર, મેટલ ગ્રાઉટીંગ જેવા રસ્તાઓના ૨૦ કામો માટે રૂ.૬૮ કરોડ તેમજ જામનગર મહાનગરપાલિકાને સી.સી. રોડના ૧૮ કામો માટે રૂ.૪૩.૮૧ કરોડના કામોની સિદ્ધાંત મંજૂરી આપી છે.

    મુખ્યમંત્રીએ નવરચિત મહેસાણા મહાનગરપાલિકાને ૨૧ કરોડ રૂપિયાના નવા માર્ગો બનાવવા, અન્ડર પાસના, એપ્રોચ રોડ બનાવવા વગેરે માટે ફાળવ્યા છે.

    તેમણે નગરો-મહાનગરોમાં ભૂગર્ભ ગટર, સ્ટ્રોમ વોટર લાઈન, ગાર્ડન, લાઇબ્રેરી, રિચાર્જ વેલ, સીટી બ્યુટીફિકેશન, આગવી ઓળખ ઉભી થાય તેવા કામો અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો અંતર્ગત સવર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી કુલ મળીને ૧૨૪૯.૩૮ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.

    તદ્‌અનુસાર, ૩ નવરચિત મહાનગરપાલિકાઓ પોરબંદરને રૂ.૨૦૦.૩૫ કરોડ, આણંદને રૂ.૪ કરોડ તેમજ મહેસાણાને રૂ.૨૫૬ કરોડ સહિત ભાવનગર મહાનગરપાલિકાને રૂ.૪૫૧ કરોડ અને જામનગરને રૂ.૩૧૭ કરોડ તથા ગાંધીનગર મહાનગરને રૂ.૧૭૧ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

    મુખ્યમંત્રીએ આઉટ ગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ માટે રોડ-રસ્તાના કામો, ભૂગર્ભ ગટર, બોક્સ ડ્રેઈન, ડામર રોડ બનાવવા જેવા કામો માટે કુલ ૧૭૦.૦૮ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

    આ કામોથી ભાવનગર મહાનગરપાલિકાને રૂ.૭૧ કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ.૬૬.૯૧ કરોડ, મહેસાણા મહાનગરપાલિકાને રૂ.૨૨.૫૦ કરોડ તેમજ ગોધરા નગરપાલિકાને રૂ.૭.૯૯ અને ગણદેવીને રૂ.૧.૬૮ કરોડના કામો હાથ ધરવા અનુમતિ આપી છે.

    તેમણે ત્રણ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને કેનાલ સાઈડ પ્રોટેકશન વોલ, ડી.પી. રોડના બાંધકામ, લાઇબ્રેરી બિલ્ડિંગ વગેરે માટે કુલ ૨૦.૧૯ કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે

    મુખ્યમંત્રીએ સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી માટે રૂ.૧૧.૬૨ કરોડ, ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી માટે રૂ. ૧.૪૦ કરોડ અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી માટે રૂ. ૭.૧૭ કરોડના કામો હાથ ધરવા અનુમતી આપી છે.

    સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકના કામો માટે વડોદરા મહાનગરપાલિકાને પેવર બ્લોક, ગટર જોડાણના કામો માટે ર.૪૯ કરોડ, કડી નગરપાલિકાને રૂ.૨.૨૯ કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. ૦.૮૩ કરોડ, આણંદ મહાનગરપાલિકાને ૩.૩૭ કરોડ તથા પાલનપુર નગરપાલિકાને ૦.૨૪ કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ મુખ્યમંત્રીએ આપી છે.

    આ ઉપરાંત મુખ્યમંત્રીએ અંકલેશ્વર નગરપાલિકાને સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ તથા સીનીયર સીટીઝન ગાર્ડનના આગવી ઓળખના કામો માટે ૭.૯૧ કરોડ રૂપિયા ફાળવવા મંજૂરી આપી છે.

    વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી રાજ્યમાં નગરો-મહાનગરોમાં આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસની દિશા આપી હતી.

    મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ સર્વગ્રાહી વિકાસની દિશાને વધુ સંગીન બનાવીને ૨૦૨૫ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી દ્વારા રાજ્યના શહેરોને વર્લ્ડ ક્લાસ, સ્માર્ટ અને સસ્ટેઈનેબલ બનાવવાના નિર્ધાર સાથે વિકાસ કામો માટે આ નાણાંની ફાળવણી કરી છે.

    CM Bhupendra Patel Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot; 20 અરજદારોને રૂ. 1.47 કરોડનો મુદામાલ પરત અપાયો

    July 1, 2025
    રાજકોટ

    Rajkot; ટ્રાફિક નિયમ ભંગ બદલ 1 માસમાં રૂ. 34.69 લાખનો દંડ વસૂલાયો

    July 1, 2025
    રાજકોટ

    Rajkot; મહિલા ભાડુઆતે ફ્લેટ પચાવી પાડ્યો

    July 1, 2025
    રાજકોટ

    Rajkot; ચોરાઉ એક્ટિવા સાથે બાળ આરોપી ઝડપાયો, ત્રણ ટુ વ્હીલરની ચોરીનો ભેદ ઉકેલાયો

    July 1, 2025
    રાજકોટ

    Rajkot; છબીલ પર કાર ઘસી આવતા બેને ઇજા

    July 1, 2025
    રાજકોટ

    Rajkot; સાપરાધ મનુષ્યવધમા વધુ એક આરોપીને 10 વર્ષની સજા

    July 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025

    Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે

    July 1, 2025

    Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે

    July 1, 2025

    Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા

    July 1, 2025

    ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’

    July 1, 2025

    Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.