Morbi,તા.25
રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ બુધવારે મોરબી પધારી રહ્યા છે મોરબી ખાતે કાર્યક્રમમાં તેઓ ૧૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ મોરબીવાસીઓને આપશે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. ૨૬ ને બુધવારે બપોરે ૨ કલાકે રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર રોડ મોરબી ખાતે કાર્યક્રમમાં પધારશે જ્યાં તેઓ ૧૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુર્હત અને લોકાપર્ણ કરશે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ધારાસભ્યો, ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે