New Delhi,તા.21
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સુરક્ષા સંભાળી લીધી હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રાજકોટના એક વ્યક્તિ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યા બાદ કેન્દ્રએ તેમને ણ શ્રેણીની સુરક્ષા આપી હતી.
ગુપ્તાની સુરક્ષા માટે CRPF જવાનોની સાથે દિલ્હી પોલીસ પણ તૈનાત રહેશે. બુધવારે, એક 41 વર્ષીય વ્યક્તિએ દિલ્હીના મુખ્યમંત્રીના વાળ ખેંચ્યા, તેમને ધક્કો માર્યો અને પછી થપ્પડ મારી દીધી.
રાજકોટના રાજેશ ખીમજી ભાઈ સાકરિયા તરીકે ઓળખાતા આ વ્યક્તિ સિવિલ લાઈન્સ સ્થિત મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને ’જન સુનવાઈ’ જાહેર સભામાં ગયા હતા.