દિલ્હીની નવી સરકાર ઐતિહાસિક જનાદેશ લઈને આવી છે આખો દેશ આજે દિલ્હીનું બજેટ જોવા માંગે છે. દિલ્હીનું બજેટ છે જે છેલ્લા દસ વર્ષથી ખરાબ હાલતમાં છે
New Delhi,તા.૨૫
દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ’પર્યટન, કલા, ભાષા અને સંસ્કૃતિ માટે ૧૧૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ પાછલા બજેટ કરતાં બમણું છે. સોનિયા વિહારમાં બોટિંગ કરવામાં આવશે. નવી પેઢીને દિલ્હી સાથે જોડવા માટે ૨૫ કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેના માટે ૩૦ કરોડ રૂપિયાનું ભંડોળ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત પર્યટન સ્થળમાં શીશમહેલને સમાવવામાં આવશે.’
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ’બાળકોને જવાબદાર નાગરિક બનાવવા માટે ૧૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ૧૦૦ સરકારી શાળાઓમાં વિદેશી ભાષાઓ શીખવવામાં આવશે, આ માટે ૨૧ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ૧.૫ કરોડના ખર્ચે બાળકોને આર્ટ ઓફ લિવિંગ શીખવશે. ૭૦૦૦ વર્ગોને સ્માર્ટ વર્ગો બનાવવામાં આવશે. ધોરણ ૧૦થી ૧૧ સુધીના ૧૨૦૦ બાળકોને ૭.૫ કરોડ રૂપિયાના ખર્ચે લેપટોપ આપવામાં આવશે. ફાઉન્ડેશન પ્રોજેક્ટ માટે ૨૦ કરોડ રૂપિયા, ટેકનિકલ શિક્ષણ માટે ૬૧૮ કરોડ રૂપિયા, નરેલામાં શિક્ષણ કેન્દ્ર બનાવવા માટે ૫૦૦ કરોડ રૂપિયા અને ૈં્ૈં માટે ૨૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.’
દિલ્હીના બજેટમાં મહિલાઓને સમાન વેતન આપવા માટે ૫૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. માતૃત્વ યોજના માટે ૨૧૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.
સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સમારકામ ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે, જેમાંથી ૨૫૦ કરોડ રૂપિયાનો ઉપયોગ જૂની લાઇનના સમારકામ માટે કરવામાં આવશે. નજફગઢ ડ્રેનના નવીનીકરણ માટે ૨૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ છે. મુનક કેનાલને ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઈપલાઈનમાં રૂપાંતરિત કરવામાં આવશે. હાલમાં, હરિયાણાથી ખુલ્લામાં પાણી આવે છે.
આ ઉપરાંત યમુનાની સપાઈ માટે ૫૦૦ કરોડ રૂપિયાના ખાર્ચે ૪૦ ડીસેન્ટરલાઈઝ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાશે,જેનાથી યુમાનની સફાઈ કરી શકાય. ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક મશીનો લગાવવામાં આવશે. ભારત સરકાર પાસેથી ૨૦૦૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાય માંગવામાં આવી છે.
દિલ્હીમાં જાહેર પરિવહન માટે ૨૧૫૨ ઇલેક્ટ્રિક બસો છે. ૨૦૨૫-૨૬માં ૫૦૦૦થી વધુ નવી ઈલેક્ટ્રિક બસ ઉમેરવામાં આવશે. મેટ્રો માટે ૨,૯૨૯ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, અમે અમારો હિસ્સો આપીશું અને આગામી તબક્કાની તૈયારી કરીશું. શહેરી પરિવહન માટે ૧૦૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે અને દિલ્હી પરિવહન માટે ૧૨૯૫૨ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.