Rajkot, તા.24
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ ઠંડીમાં વધઘટ રહેવા પામી હતી અને અમરેલી, નલિયા તથા જુનાગઢમાં 1ર ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન નોંધાયુ હતું. અમરેલી અને નલિયામાં 1ર તેમજ જુનાગઢમાં 1ર.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. જયારે રાજકોટમાં સવારે 8 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાવા સાથે 14.1 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
તેમજ વેરાવળમાં 19.1, પોરબંદરમાં 17, સુરતમાં 19, અમદાવાદમાં 1પ.6, વડોદરામાં 14.2, ભાવનગરમાં 15.6, ભુજમાં 14, દમણમાં 15, ડિસામાં 16, દિવમાં 15.5, દ્વારકામાં 19.4, ગાંધીનગરમાં 1પ.પ, કંડલામાં 17.5 અને ઓખામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. તેમજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે નોંધાયેલા તાપમાન મુજબ આજે વધુમાં વધુ પારો 14 ડિગ્રીએ નોંધાવ્યો હતો. આજે વધુમાં વધુ પારો 14 ડિગ્રીએ નોંધાયો હતો.
જયારે મીનીમમ 1ર.9 ડિગ્રીએ નીચે ઉતર્યો હતો. ગિરનાર પર્વત ઉપર 7.8 ડિગ્રીએ નોંધાયો હતો. પવનની ગતિ પ્રતિ કલાક ર.1 કિલોમીટર રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજ 80 ટકા નોંધાયો હતો.
જ્યારે જામનગરમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રી સરકીને 14 ડિગ્રી પહોંચી ગયો હતો.તેની સાથે પવનની ગતિમાં પ્રતિકકલાકમાં 2 કિમીના વધારા સાથે 5.2 કિમી પહોંચતા શહેરીજનો ઠંડીમાં લપેટાયા હતા .રાત્રીના સમયે રાજમાર્ગો સુમસામ બન્યા હતા.
કલેકટર કંટ્રોલરૂમાંથી મળતી માહિતી મુજબ આજે લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું.તો મહતમ તાપમાનમાં એક ડિગ્રીના ઘટાડા સાથે 29 ડિગ્રી રહ્યું હતું. શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 5.2 કિમિ નોંધાઈ હતી.
આજે સુસવાટા મારતા પવનના અને ઠંડીનો પારો 14 ડિગ્રી રહેતા થાર સાથે ઠંડીના લીધે શહેરીજનોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેવો પડ્યો હતો.

