Ahmedabad,તા.૮
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. ઉત્તર પૂર્વથી પૂર્વની દિશામાં પવન રહેતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે.નલિયામાં સૌથી ઓછું ૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં ૧૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪.૨ ડિગ્રી તાપમાન, કંડલામાં ૧૧.૩ ડિગ્રી, ડીસામાં ૧૧.૮ ડિગ્રી તાપમાન, રાજકોટમાં ૧૩.૩ અને કેશોદમાં ૧૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે, સુરેન્દ્રનગરમાં ૧૫ ડિગ્રી, ભુજમાં ૧૩.૭ ડિગ્રી તાપમાન રહ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પશ્ચિમી વિક્ષેપ આવવાને લીધે હવામાનમાં પલટો આવશે. રાજસ્થાનના ભાગોમાં એક સાઈક્લોનિક સર્કુલેશન રચાશે. બંગાળના ભાગમાં એક એન્ટી સાયક્લોન બનશે. બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે દેશના ઉત્તરીય પૂર્વિય ભાગોમાં વાદળો પહોંચશે. આ પછી પશ્ચિમી વિક્ષેપો આવશે. આ પછી પશ્ચિમી વિક્ષેપો આવશે. આમ એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે દેશના હવામાનમાં પલટો આવશે. આ સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે.આઇએમડીએ આગામી ૪ દિવસમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો નોંધ્યો છે, પરંતુ આગામી ૨૪ કલાકમાં સમગ્ર મહારાષ્ટ્ર અને ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. વધુમાં, સમગ્ર મધ્ય ભારતમાં, આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાન ધીમે ધીમે ૨-૩ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની આગાહી છે, અને આગામી બે દિવસમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન આગામી બે દિવસમાં નોંધપાત્ર રીતે ઘટશે, ૩-૫સી સુધી પહોંચશે, અને પછી આગામી ત્રણ દિવસ સુધી તે યથાવત રહેશે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો, ૨-૩સી સુધી પહોંચવાનો અંદાજ છે.