Vadodara,,તા.૨૬
શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત અને સન્માન માટે સિંદુર સન્માન યાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનોએ સામેલ થઈ નારી શક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી. આતંકવાદ સામે ભારતની લડાઈની વિગતો સમગ્ર વિશ્વ સમક્ષ મૂકનારા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ અહીં જોવા મળ્યા હતા. આ ઉપરાંત કર્નલ સોફિયા કુરેશીના પિતા સહિતના પરિવારજનોએ પણ આ યાત્રામાં સામેલ થઇ નારીશક્તિના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી.
કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારાએ રોડ શો દરમિયાન મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “અમને પીએમ મોદીને મળીને સારું લાગ્યું. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. સોફિયા મારી ટિ્વન સિસ્ટર છે. જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે, ત્યારે તે ફક્ત મને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. તે હવે ફક્ત મારી બહેન નથી પણ દેશની બહેન પણ છે.
એરપોર્ટ રોડ ઉપર વડોદરા શહેરના એક કલાવૃંદના સભ્યો ભારત માતા, ઝાંસી કી રાની, મહારાણા પ્રતાપ, મંગલ પાંડે, સુભાષ ચંદ્ર બોઝ, દ્રોપદી મુર્મુના પરિવેશમાં પણ જોવા મળ્યા છે. વડોદરામાં સિંદુર સન્માન યાત્રામાં નારીશક્તિના વિવિધ સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. કેટલીક યુવતીઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન ધારણ કરી વિરાસતની ઝાંખી કરાવી ઓપરેશન સિંદુર યાત્રામાં વડાપ્રધાનનું સ્વાગત સન્માન કરવા માટે વડોદરાના કલાવૃંદો સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કર્યો હતો
વડાપ્રધાનને આવકારવા, સન્માનિત કરવા મુસ્લિમ સમાજની મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા માટે બેનર સહિત ઓપરેશન સિંદૂર લખેલી ટોપી આકર્ષણનું કેન્દ્ર બની હતી પીએમ મોદી આજે પહેલા વડોદરામાં આવ્યા હતાં જેના કારણે વડોદરામાં દિવાળી જેવો માહોલ છવાયો હતો. વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ શો અને એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિમીનો રોડ શો કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું
વડોદરામાં અલગ અલગ ૧૫ સ્ટેજ પર દેશભક્તિની થીમ જોવા મળી હતી આ સાથે બ્રહ્મોસ મિસાઈલ, રાફેલ, જેટની પ્રતિકૃતિ મુકાઈ છે તો મહિલાઓ સિંદૂરી રંગની સાડી પહેરી વડાપ્રધાનને આવકારવામાં આવ્યા હતાં