Ayodhya તા.10
રામમંદિરના શિખર પર લગાનાર ધ્વજનો રંગ અને તેનો આકાર નકકી થઈ ગયો છે. શ્રીરામ જન્મભૂમિ કોષાધ્યક્ષ મહંત ગોવિંદદેવ ગિરિના પ્રસ્તુત શાીય પ્રમાણ અને ટેકનિકલ વિશેષજ્ઞોના પરામર્શથી ધ્વજ અને તેના આકાર-પ્રકારનું નિર્ધારણ કરવામાં આવ્યું હતું.
ભવન-નિર્માણ સમીતી ચેરમેન નૃપેન્દ્ર મિશ્રે જણાવ્યું હતું કે આ નિર્ણય બાદ આગોતરી કાર્યવાહી માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચીવ ચંપત રાયને અધિકૃત કરી દેવામાં આવ્યા છે.
સમીતીના ચેરમેને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીનું સપનુ છે કે, રામ મંદિર રાષ્ટ્ર મંદિર જ નહીં, બલકે આંતરરાષ્ટ્રીય મંદિર બને અને દરેક વર્ગ અને વિચારધારાના લોકો મંદિર પ્રત્યે આપણાપણું અનુભવે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના 25 નવેમ્બરના આગમન પહેલા દક્ષિણ ભારતના ત્રણ મહાન સંતોની મૂર્તિઓનું અનાવરણ મહત્વનું છે. અનાવરણ સમારોહમાં આવેલા દક્ષિણ ભારતમાં શ્રદ્ધાળુઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.
દીપાવલીએ રામમંદિરમાં ઉજવાશે ભવ્ય ઉત્સવઃ હાલ રાજય સરકાર તરફથી દીપોત્સવનું આયોજન છેલ્લા અનેક વર્ષોથી થઈ રહ્યું છે અને એ ક્રમમાં અહીં પણ ઉત્સવનું આયોજન થશે. તેમણે જણાવ્યું હતું કે રામમંદિરમાં લાઈટીંગને લઈને 11 ઓકટોબરે સંબંધીત કંપનીઓને પ્રેઝન્ટેશન માટે બોલાવાઈ છે.