Mathura-Vrindavan,તા.07
વ્રજની હોળી અનોખી હોય છે. મથુરા-વૃંદાવન સહિત સમગ્ર વ્રજ ક્ષેત્રમાં હોળીનો પારંપારિક – સાંસ્કૃતિક – ધાર્મિક ઉત્સવ શરૂ થઈ ગયો છે. વિશ્વ પ્રસિધ્ધ લડ્ડુ હોળી આજે મનાવવામાં આવનાર છે.
ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બરસાનાના લાડલીજી મંદિરમાં ઉપસ્થિત રહેશે. આજે લડ્ડુ હોળી બાદ આવતીકાલે લઠ્ઠમાર હોળી ઉજવાશે.
આ બન્ને દિવ્ય ઉત્સવમાં સામેલ થવા દેશવિદેશમાંથી લોકો ઉમટયા છે અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાથી માંડીને અનેકવિધ તૈયારી શરૂ કરવામાં આવી છે.