પલકની આગામી ફિલ્મ ‘ભૂતની’ છે, પણ પલકે ચર્ચામાં રહેવા માટે ફિલ્મની રિલીઝ સુધી રાહ જોવાની જરૂર નથી
Mumbai,તા.૨૬
ફિલ્મોમાં આગમન કરતાં પહેલા પલક તિવારી સોશિયલ મીડિયા પર જાણીતી બની હતી. પલકને પોપ્યુલારિટી અપાવવામાં તેની ફેશન સેન્સનો મોટો ફાળો છે. પોતાની પર્સનાલિટીમાં ફેશનના મહત્ત્વની પલકને ખબર છે. પલકનું માનવું છે કે, દરેક પ્રકારની ફેશનમાં કમ્ફર્ટનું સૌથી વધુ મહત્ત્વ છે. આંખને જોવા ગમે અને કમ્ફર્ટેબલ લાગે તેવાં કપડાં જ પસંદ કરવા જોઈએ. ફેશન સેન્સ ડેવલપ કરવામાં માતા શ્વેતા તિવારીની શીખામણ પલકને ઘણી કામ લાગી છે. શ્વેતા હંમેશા પલકને કહેતી હતી કે, ફેશનનો બીજો અર્થ કમ્ફર્ટ છે અને જે કપડાં પહેરીને આપણે સારા લાગીએ તે ફેશન છે. પોતાની પસંદગીના કપડાં અંગે વાત કરતાં પલકે કહ્યું હતું કે, તેને બેગી જીન્સ અને ટી-શર્ટ સૌથી વધુ પ્રિય છે. પલકની આગામી ફિલ્મ ‘ભૂતની’ છે, પણ પલકે ચર્ચામાં રહેવા માટે ફિલ્મની રિલીઝ સુધી રાહ જોવાની જરૂર નથી. તે સોશિયલ મીડિયા પર સતત અપડેટ આપતી રહે છે. પલકની જેમ આાજની પેઢીના અન્ય સ્ટાર્સ પણ પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. પલકે આજની પેઢીના એક્ટર્સની ફેશન સેન્સ અંગે કહ્યું હતું કે, દરેકની પોતાની સ્ટાઈલ છે અને તેના માટે નવી પેઢીના એક્ટર્સ કોન્ફિડન્ટ છે. લોકો શું કહેશે? તેવું આજની પેઢી વિચારતી નથી. લોકોના અભિપ્રાય આજની પેઢીને ખાસ અસર કરતા નથી. પોતાની ઈચ્છા મુજબ વર્તન કરવાનું આજની પેઢીને પસંદ છે. ફિલ્મ સ્ટાર્સ લાઈમ લાઈટમાં રહેતા હોવાથી તેમનો આકર્ષક દેખાવ જરૂરી હોય છે. આ અંગે પલકે કહ્યું હતું કે, કરિયરની શરૂઆતમાં આકર્ષક દેખાવાની ચિંતા રહેતી નથી. શરૂઆતના કેટલાક મહિનાઓમાં ફોટોગ્રાફ્સ કેવા આવશે તેવું વિચારતી હતી. જો કે હવે ટેવાઈ ગઈ છું અને કોઈ ચિંતા કરતી નથી. આખરે હું પણ માણસ છું. મારા વાળ ક્યારેક ખરાબ થઈ શકે, સ્કિન ક્યારેક ડલ હોઈ શકે. આ બધું સાહજિક છે અને સ્વીકારી લેવું જોઈએ.